ભારત, યુએઈ અને ચીન વોટિંગથી દૂર રહ્યા
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેના બેઠક દરમિયાન ભારત અળગું રહ્યું હતું. યુક્રેન પર રશિયાના આક્રમણ સામે અસંમતિ દર્શાવતા ઠરાવ પર મતદાન કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કટોકટી બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ભારત, ચીન અને UAE મતદાનથી દૂર રહ્યા હતા.
UNSCમાં, ભારત, ચીન અને UAEએ યુક્રેનના આક્રમણને વખોડીને સુરક્ષા પરિષદના મતને ટાળ્યું હતું.
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે દુ:ખ છે કે કૂટનીતિનો માર્ગ છોડી દેવામાં આવ્યો છે, આપણે તેના પર પાછા ફરવું પડશે.UNSCની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, “યુક્રેનમાં તાજેતરના વિકાસથી ભારત ખૂબ જ પરેશાન છે. અમે વિનંતી કરીએ છીએ કે હિંસા અને દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે.