નમસ્કાર ગુજરાત મેલબોર્ન
હર ઘર તિરંગાની ન માત્ર ભારતમાં જ ગુંજ જોવા મળી પરંતુ વિદેશમાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગુજરાતીઓએ ઉજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારત સરકારના હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના મિશનને આધારે ગુરુકુલના તમામ સભ્યોએ સાથે મળી હરખભેર ધ્વજ વંદનનું આયોજન કર્યું હતું. સાથે જ સંસ્થાનમાં તિરંગાઓ લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.. સાથે સાથે ભારત દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલા તમામ વીરોને યાદ કરી વિરાંજલી અર્પવામાં આવી હતી… જેમાં 150 જેટલા મહિલા પુરુષોએ ભાગ લીધો હતો…

હર ઘર તિરંગા અભિયાનથી 500 કરોડનો બિઝનેસ, 10 લાખ લોકોને રોજગારી
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું કહેવું છે કે દેશભક્તિ અને સ્વ-રોજગાર સાથે સંબંધિત આ અભિયાને દેશભક્તિની અદ્ભુત ભાવના અને દેશભરના લોકોમાં સહકારી વ્યવસાયની વિશાળ સંભાવના ઊભી કરી છે. SME મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સેક્ટરે ભારતીય ધ્વજ તૈયાર કરવામાં દિવસ-રાત મહેનત કરી છે. ધ્વજના કદમાં 6800×4200 mm, 3600 x 2400 mm, 1800×1200 mm, 1350×900 mm, 900×600 mm, 450×300 mm, 225×150 mm અને 150×100mm શામેલ છે. અગાઉના વર્ષોમાં, સ્વતંત્રતા દિવસના અવસર પર, ભારતીય ત્રિરંગાનું વાર્ષિક વેચાણ આશરે રૂ. 150-200 કરોડ સુધી મર્યાદિત હતું. જ્યારે હર ઘર તિરંગા ચળવળને કારણે વેચાણ અનેક ગણું વધીને રૂ. 500 કરોડ થઈ ગયું છે.