ત્રિનિદાદથી બાર્બાડોઝની ફ્લાઇટ લેટ થતા વિવાદ, હાર્દિકે કહ્યું, લગ્ઝરિયસ સુવિધાઓ નથી જોઇતી

/ind-vs-wi-we-don-t-ask-for-luxury-hardik-slams-west-indies-board-

વેસ્ટ ઈન્ડિઝ પર હાર્દિક પંડ્યા ગુસ્સેઃ ટેસ્ટ સિરીઝ બાદ હવે ભારતે વેસ્ટ ઈન્ડિઝથી વનડે સિરીઝ જીતી લીધી છે. હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમશે. ટીમ ઈન્ડિયાના કાર્યકારી ODI કેપ્ટન હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય ક્રિકેટરો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવે છે તેના પર ગુસ્સે થઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે કોઈપણ પ્રકારની લક્ઝરી ટ્રીટમેન્ટ ઈચ્છતો નથી.

હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) માટે આ મુદ્દા પર ધ્યાન આપવાનો અને તેને ઉકેલવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ફ્લાઈટમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ત્રિનિદાદથી બાર્બાડોસ જતી ફ્લાઈટમાં મોડા પડ્યા હતા. આ ફ્લાઈટ મોડી રાત્રે લેન્જ થઇ હતી.

બ્રાયન લારા સ્ટેડિયમમાં મેચ બાદ હાર્દિકે કહ્યું, “તે શ્રેષ્ઠ મેદાનોમાંથી એક હતું જ્યાં અમે રમ્યા છીએ. આગામી વખતે જ્યારે અમે વેસ્ટ ઈન્ડિઝમાં આવીશું, ત્યારે વસ્તુઓ વધુ સારી થઈ શકે છે. મુસાફરીથી લઈને ઘણી બાબતોનું સંચાલન… ત્યાં ગયા વર્ષે પણ કેટલીક સમસ્યાઓ હતી.”

પંડ્યા ત્યાં જ અટક્યા નહોતા અને કહ્યું, “મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માટે આ સમય છે કે તે તેની તપાસ કરે અને ખાતરી કરે કે જ્યારે કોઈ ટીમ પ્રવાસ કરે છે. અમે કોઈ લક્ઝરી માટે નથી કહી રહ્યા, પરંતુ કેટલીક મૂળભૂત જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અહીં આવીને સારું ક્રિકેટ રમવાની ખરેખર મજા આવી.

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 13મી શ્રેણી જીતી
ભારતે સતત 13મી દ્વિપક્ષીય શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઓફ સ્પેનમાં નિર્ણાયક મેચમાં 200 રનથી શાનદાર જીત નોંધાવી હતી. મેચમાં પહેલા રમતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 351 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (85), સંજુ સેમસન (51), ઈશાન કિશન (77) બધાએ તેમના બેટમાંથી રનનો વરસાદ કર્યો હતો.

આ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ 52 બોલમાં 70 રનની અણનમ તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યાએ 30 બોલમાં 35 રન બનાવ્યા હતા. જવાબમાં વિન્ડીઝની ટીમ માત્ર 35.3 ઓવરમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મેચ બાદ હાર્દિક પંડ્યાએ રોહિત અને વિરાટ કોહલી ના રમવાની વાત પણ કરી હતી. હાર્દિકે કહ્યું, “વિરાટ અને રોહિત ટીમના અભિન્ન અંગ છે, પરંતુ અમારે ઋતુરાજ ગાયકવાડ અને અક્ષર પટેલ અને નવા ખેલાડીઓને પણ તક આપવી પડશે.

પોતાની ઇનિંગ્સ અંગે હાર્દિકે કહ્યું, “હું થોડો સમય પસાર કરવા માંગતો હતો, વિકેટ રમવાની દૃષ્ટિએ ઘણી સારી હતી. થોડા દિવસો પહેલા કોહલી સાથે ખૂબ જ સારી ચેટ કરી હતી.” હાર્દિકે કહ્યું કે, તેણે (વિરાટ કોહલી) એ વાતચીતમાં ઘણી મોટી વાત કહી. તે ઈચ્છતો હતો કે હું થોડો સમય ક્રિઝ પર વિતાવું, આ વાત મારા મગજમાં રહી ગઈ. એકંદરે વિરાટ દ્વારા આપવામાં આવેલી ટિપ્સથી હાર્દિક ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો.