સ્ટોક્સની ઘાતક બોલિંગમાં ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, સ્ટોકસે 4 વિકેટ ઝડપી, સ્ટુઅર્ટ બ્રોડ અને મેટી પોટ્સને બે-બે વિકેટ મળી, ભારત તરફથી પંત અને પૂજારાએ અડધી સદી નોંધાવી, જાડેજા 23 રન

Edgbaston Test, 5th test, India Vs England, Ind Vs Eng, Rishabh Pant, Ravindra Jadeja, Ben Stokes,
India Vs England ટેસ્ટ મેચમાં Rishabh Pantએ 72 વર્ષ જૂનો રેકોર્ડ કર્યો બ્રેક

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ (England)ને Edgbaston test જીતવા માટે 378 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમ (India) બીજા દાવમાં 245 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) અને ઋષભ પંતે (Rishabh Pant)અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 66 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ માટે ભારતની બીજી ઈનિંગ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ અને મેટી પોટ્સને બે-બે વિકેટ મળી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 168 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જ્યારે પંતે 86 બોલનો સામનો કર્યો અને 8 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. વિરાટ કોહલી 40 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હનુમા વિહારી માત્ર 11 રન બનાવી શક્યો હતો. શ્રેયસ અય્યરે 19 રનનું યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજા 58 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ 13 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 245 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 11.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, સ્ટુઅર્ટ બ્રોડે 16 ઓવરમાં 58 રન આપીને 2 વિકેટ લીધી હતી. મેટી પોટ્સને પણ બે સફળતા મળી. તેણે 17 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ લીધી હતી. પોટ્સે 3 મેડન ઓવર પણ લીધી હતી. જેમ્સ એન્ડરસન અને જેક લીચને એક-એક વિકેટ મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 284 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. હવે ઈંગ્લેન્ડની ટીમ તેનો બીજો દાવ રમવા મેદાનમાં ઉતરશે.

ભારત પ્રથમ દાવ – 416-10 (84.5 ઓવર)
ઈંગ્લેન્ડ પ્રથમ દાવ – 284-10 (61.3 ઓવર)
ભારત બીજો દાવ – 245-10 (81.5 ઓવર)

રિષભ પંતે એજબેસ્ટન પર પ્રભુત્વ જમાવ્યું, બંને ઇનિંગ્સમાં 200+ રન બનાવ્યા, 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ દાવમાં ધમાકેદાર સદી ફટકાર્યા બાદ રિષભે બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ઋષભ પંતના નામે બંને ઇનિંગ્સમાં ધમાલ સાથે અનેક રેકોર્ડ પણ બની ગયા છે. એજબેસ્ટન ટેસ્ટના પ્રથમ દાવમાં રિષભ પંતે ઈંગ્લેન્ડ પર વળતો હુમલો કર્યો અને 146 રન બનાવ્યા. રિષભ પંતે આ ઇનિંગમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે બીજી ઈનિંગમાં 57 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. ઋષભ પંત ટેસ્ટમાં સદી અને અડધી સદી બંને બનાવનાર બીજો વિકેટકીપર બની ગયો છે.

એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરઃ
• ફારુક એન્જિનિયર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રેબોર્ન 1973 (121 + 66)
• રિષભ પંત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એજબેસ્ટન 2022 (146+57)