ધર્મશાલામાં BCCIના ઇન્સ્પેક્શન બાદ લેવાઇ શકે છે અંતિમ નિર્ણય, રાજકોટ, મોહાલી, વિશાખાપટ્ટનમમાં ખસેડાઇ શકે છે ત્રીજી ટેસ્ટ
12મી ફેબ્રુઆરીએ વધુ એક ધર્મશાલા સ્ટેડિયમનું ઇન્સ્પેક્શન
ધર્મશાલાનું હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની માટે યોગ્ય ન હોવાના કારણે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ અન્ય સ્થળે ખસેડવાનું જોખમ છે. આમ ત્રીજી ટેસ્ટનું આયોજન રાજકોટમાં પણ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે, જોકે તે અંગેનો આખરી નિર્ણય 12મી ફેબ્રુઆરીએ લેવાશે, જ્યારે બીસીસીઆઇની ટીમ ધર્મશાળાના નવા સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે.
રાજકોટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે ધર્મશાળામાં ટેસ્ટ અંગે નિર્ણય લેવાયો નથી, પરંતુ અમારી નજર 12 ફેબ્રુઆરી આવનારા નિર્ણય પર છે. જોઇએ બીસીસીઆઇ શું નિર્ણય લે છે. ધૌલાધર પર્વતમાળાની નજીક સ્થિત મનોહર સ્થળ, 1 માર્ચથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટની યજમાની કરવા માટે સુનિશ્ચિત થયેલ છે. HPCA સ્ટેડિયમ, જેણે 2020 ની શરૂઆતથી પ્રથમ-ક્લાસ મેચનું આયોજન કર્યું નથી, તાજેતરમાં આઉટફિલ્ડ નવી નાખવામાં આવી છે અને સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આઉટફિલ્ડ અને નવી ડ્રેનેજ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, પરંતુ શહેરમાં તાજેતરના વરસાદને કારણે કામમાં વિલંબ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ફોર ઈન્ડિયાની નિષ્ણાતોની ટીમ 12મી ફેબ્રુઆરીએ મેદાનનું નિરીક્ષણ કરશે કે કેમ તે નક્કી કરવા માટે કે તે ટેસ્ટ ક્રિકેટની યજમાની કરવા તૈયાર છે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇ જોખમ લેવા માગતું નથી કારણ કે એકતરફ નવું સ્ટેડિયમ તથા 2020 બાદ એકપણ સ્થાનિક મેચ ત્યાં યોજાઇ નથી જેથી સીધી જ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન બોર્ડને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. આ તરફ “HPCA બીસીસીઆઈના નિરીક્ષણ પછી નિર્ણય લેશે. અમે આખી સપાટીને યોગ્ય ડ્રેનેજ સાથે પાથરી દીધી છે. અમુક કામ હજુ બાકી છે જે મેચ પહેલા પૂર્ણ થવાની આશા છે.”
જો ફિક્સ્ચરને ખસેડવાની જરૂર હોય તો રાજકોટ, મોહાલી, વિશાખાપટ્ટનમ અને ઈન્દોરને બેક-અપ સ્થળો તરીકે દર્શાવવામાં આવ્યા છે.