દેશમાં લોકસભાની સાત તબક્કા પૈકીની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7મી મેને મંગળવારે યોજાનાર છે ત્યારે આજે પ્રચાર માટે આખરી દિવસ છે અને આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે
આજે સાંજથી ચૂંટણી પ્રચાર માટે જે-તે મતવિસ્તારમાં તે મતવિસ્તારની બહારથી આવતા રાજકીય ફંકશનરીઓ, પક્ષના કાર્યકરો, રેલી ફંકશનરી, પ્રચાર ફંકશનરીઓ વગેરે, કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી, તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે તા.૫ મેના સાંજે છ વાગ્યાથી તે મતવિસ્તારમાં હાજર રહી શકશે નહીં.
ગુજરાત સહીત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો પર 7મી મેના રોજ મતદાન હાથ ધરાશે. આજે 5મી મેના રોજ સાંજે છ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. જાહેર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ, હવે કોઈ નેતા જાહેર સભા નહી કરી શકે, ઘરે ઘરે ફરીને પ્રચાર કરી શકે છે.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1351 ઉમેદવારો ચૂંટણી લડશે.
જેમાંમધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) પીસીમાં સ્થગિત થયેલી ચૂંટણી માટે ચૂંટણી લડી રહેલા 8 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગુજરાતમાં સુરત પીસીમાંથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન થશે.
આજે સાંજે ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ લાગી ગયા બાદ સાંજે 6 વાગ્યા પછી ડોર ટુ ડોર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે.
પક્ષના કાર્યકરો / નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલ૨ ૫હેરી શકશે પરંતુ બેનર પ્રદશત કરી શકશે નહી. આ હુકમના ઉલ્લંઘન બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે લોકસભાની 25 બેઠકની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની 5 બેઠકની પેટા-ચૂંટણીઓ 7મીએ મંગળવારે સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે.
ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત તમામ ઉમેદવારો દ્વારા રાજ્યની તમામ બેઠકો ઉપર ભરપૂર ચૂંટણી પ્રચાર થયો હતો.
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 8થી વધુ સભા કરી હતી જ્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ, નાણામંત્રી નિર્મલા સીતારમન તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પાટણ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વલસાડ અને બનાસકાંઠા બેઠક માટે વિશાળ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત પણ ગુજરાતમાં સભાઓ ગજવી છે હવે આજે 5મી મેને રવિવારેના રોજ સાંજના 6 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.
હવે મતદાન બાદ આવનારા પરિણામો ઉપર સૌની નજર ટકેલી છે.