Indian CitizenShip 2021: છેલ્લા 3 વર્ષમાં લગભગ 4 લાખ ભારતીયોએ દેશની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લેવાનું પસંદ કર્યું છે.

India, Australia, Citizenship, ભારત, નાગરિકત્વ, ભારતીય નાગરિકત્વ,

છેલ્લા એક વર્ષમાં 1.5 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આમાંથી મોટાભાગના લોકોએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને પસંદ કર્યું છે. ગૃહ મંત્રાલયે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે. જણાવી દઈએ કે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં વિપક્ષના નેતાઓ વર્તમાન સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સવાલના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 2019 અને 2021 ની વચ્ચે ભારતીયોએ નાગરિકતા માટે 103 દેશોની પસંદગી કરી છે.

3 વર્ષમાં લગભગ 4 લાખ લોકોએ નાગરિકતા છોડી દીધી
લોકસભા સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં 3.92 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી છે. નીચેના ગ્રાફિક્સ પરથી સમજો કે કેટલા ભારતીયોએ કયા વર્ષમાં નાગરિકતા છોડી દીધી છે.

ભારતીયોએ નાગરિકતા છોડી દીધી
વર્ષ     સંખ્યા
2019    1,44,017
2020    85,256
2021    1,63,370

છેલ્લા 3 વર્ષમાં લગભગ 4 લાખ ભારતીય નાગરિકો તેમની નાગરિકતા છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. આમાં ભારતીય નાગરિકોની પહેલી પસંદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા રહ્યા છે. 2019 થી 2021 દરમિયાન 1,70,795 ભારતીયો યુએસમાં સ્થાયી થયા છે. હવે આપણે સમજીએ કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કેટલા ભારતીયો સ્થાયી થયા છે.
ભારતીયો અમેરિકાને પ્રેમ કરે છે

અમેરિકા ભારતીયોની પહેલી પસંદ
વર્ષ     સંખ્યા
2019    61,683
2020    30,828
2021    78,284

માત્ર અમેરિકા જ નહીં, ભારતીયો દુનિયાભરના 103 દેશોને પસંદ કરે છે જ્યાં તેઓ નાગરિકતા લેવા માંગે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. નીચેના ગ્રાફિક્સ પરથી સમજો કે કયા દેશોમાં કેટલા ભારતીયોએ નાગરિકતા લીધી છે.

ક્યા દેશની નાગરિકતા સ્વીકારી ?
ઓસ્ટ્રેલિયા     58,391
કેનેડા         64,071
યુકે          35,435
જર્મની        6,690 
ઇટાલી        12131
ન્યુઝીલેન્ડ     8,882
પાકિસ્તાન     48