કેનેડા સરકારના એલાનથી પોતાના માતા-પિતા તથા ગ્રાન્ડ પેરેન્ટ્સને પાંચ વર્ષ સુધી રહેવાની મંજૂરી આપશે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કેનેડાએ તેના લોકપ્રિય સુપર વિઝાની માન્યતા વધારવાની યોજનાનું એલાન કર્યું છે. કેનેડા સરકારના આ એલાન બાદ એવા લોકોને ફાયદો થશે જેઓ પોતાના માતા-પિતા તથા ગ્રાન્ડ પેરેન્ટ્સને પાંચ વર્ષ સુધી રહેવાની મંજૂરી આપશે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ જાહેરાત કરી છે કે, 4 જુલાઇથી સુપર વિઝા ધારકોને પ્રવેશ દીઠ પાંચ વર્ષ સુધી દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
કેનેડા ઇમિગ્રેશને ત્યાં સુધી રાહત આપી છે કે જો વિઝા ધારકના પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ જો વધુ બે વર્ષ રહેવા માગતા હશે તો તેમની પાસે એ વિકલ્પ પણ અવેલેબલ રહેશે. આ એલાનને પગલે સુપર વિઝા ધારકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. નોંધનીય છે કે કેનેડા ઇમિગ્રેશન (IRCC) દર વર્ષે 17 હજાર જેટલા સુપર વિઝા ઇશ્યુ કરે છે અને જે 10 વર્ષ સુધી માન્ય રહે છે. જેમાં મલ્ટીપલ એન્ટ્રીનો પણ સમાવેશ થાય છે.
કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન
- ઇન્વાઇટ લેટર, નાણાંકીય ખર્ચ તથા તેમના સહાયનું વચન
- કેનેડા સિટીઝનશિપ અથવા પર્મેનન્ટ રેસિડેન્સીના દસ્તાવેજ
- કેનેડિયન કંપની પાસેથી જ મેડિકલ ઇન્સ્યોરન્સ, અંદાજે 1 લાખ ડોલર મિનિમમ કવરેજ
- ઇમિગ્રેશન મેડિકલ એક્ઝામ માટેની તૈયારી
- મેડિકલ ઇન્સોરન્સની ચુકવણી પૂર્ણ કરવાની રહેશે