યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સોમવારે (13 મે)ના રોજ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રાયબરેલી પહોંચ્યા હતા,આ દરમિયાન તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.
સીએમ યોગીએ કહ્યું કે જ્યારે તેમની કોંગ્રેસ સરકાર સત્તામાં હતી ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે રામનું ક્યારેય અસ્તિત્વ જ નથી.
કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જુઠ્ઠાણું ચલાવ્યુ હતું.

સીએમ યોગીએ કહ્યું, રામ મંદિર ભારતમાં નહીં બને તો ઈટાલીમાં બનશે?

સીએમ યોગીએ કહ્યું, “હું ગીત સાંભળી રહ્યો હતો કે દિલ્હીની ગાદી પર માત્ર રામ ભક્ત જ રાજ કરશે.” માત્ર બે જ લોકો મોદીનો વિરોધ કરી રહ્યા છે, એક રામ વિરોધી અને બીજો પાકિસ્તાન તરફી.

આજ સુધી મને એ નથી સમજાયું કે રાહુલ ગાંધીનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે? શું રાયબરેલીના લોકો આવા વ્યક્તિને સમર્થન આપશે?

સીએમ યોગીએ કહ્યું, સપા અને કોંગ્રેસના આ લોકો રામ મંદિરનો વિરોધ કરતા હતા.
રામભક્તો પર ગોળીબાર કરનારા અને આતંકવાદીઓ સામેના કેસ પાછા ખેંચનારાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં.
યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે OBCને આપવામાં આવતી 27 ટકા અનામતમાં મુસ્લિમોને ભાગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
એક જ વારમાં ગરીબી દૂર કરવા કોંગ્રેસ દરેક નાગરિકની મિલકતનો સર્વે કરશે અને ‘હેરિટન્સ ટેક્સ’ લાદશે.

સીએમ યોગીએ કહ્યું, આ વખતે રાયબરેલી પણ 400માં સામેલ છે. યાદ રહે, રામલલા પણ છેલ્લા 500 વર્ષમાં અયોધ્યામાં આવ્યા છે.
આ વખતે તેમણે પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો અને હોળી પણ રમી.
રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે અને પીએમ મોદીએ આ શુભ દિવસ જોવાની તક આપી છે.