ઇંગ્લેન્ડમાં વિશ્વકપ યોજાવાની સંભાવના અંગે ICCએ કરી સ્પષ્ટતા

ICC T20 Cricket World Cup, West Indies, USA Host,

T20 વર્લ્ડ કપ 2024ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અનુસાર, ટૂર્નામેન્ટને કેરેબિયન ટાપુઓ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી યુનાઈટેડ કિંગડમમાં શિફ્ટ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી નથી.

અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા ક્રિકેટ (USAC)માં વહીવટી અનિશ્ચિતતાને કારણે ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને સોંપવામાં આવશે. હવે આ અંગે બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. ECBના પ્રવક્તાએ કહ્યું, “ICC મેન્સ T20 વર્લ્ડ કપને વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી 2024માં ખસેડવાના સમાચારમાં કોઈ સત્ય નથી. તે ICC દ્વારા હાથ ધરવામાં આવે છે, તેથી તેમના નિવેદનને બંધનકર્તા અને નિર્ણાયક તરીકે લેવું જોઈએ.”

ટુર્નામેન્ટનું આયોજન શરૂ થઈ ગયું છેઃ આઈસીસી

આઈસીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. ICCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “હાલમાં જ બંને યજમાન પ્રદેશોમાં સ્થળ નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને જૂન 2024માં યોજાનારી ઇવેન્ટનું આયોજન પૂરજોશમાં છે.”

ICCના એક સભ્યએ કહ્યું, “2024 T20 વર્લ્ડ કપ જૂનમાં સુનિશ્ચિત થયેલ છે, અને એકમાત્ર અન્ય સંભવિત સ્થળ ઇંગ્લેન્ડ છે. જો કોઈ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને પૂછે કે શું તેઓ 2024માં યજમાન બની શકે છે, તો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે, તેઓ નહીં કરી શકે. તેથી, શક્યતા પણ ઊભી થતી નથી. આવતા વર્ષે ઇંગ્લેન્ડની મેચો પર એક નજર આ વાતની પુષ્ટિ કરશે.”

2022 T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો

ઉલ્લેખનીય છે કે, 2022માં યોજાયેલ ટી20 વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયાએ કરી હતી, જેમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ બીજી વખત T20 ચેમ્પિયન બન્યું છે. 2010માં પ્રથમ વખત ઇંગ્લિશ ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.