પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર શાહવાઝ શરીફ સરકાર પર પ્રહારો કર્યા છે. ઈમરાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર શાહવાઝ શરીફ સરકાર પર પ્રહારો કર્યા છે. ઈમરાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે અને આઈએસઆઈને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ઈમરાને કહ્યું કે હું આઈએસઆઈનો પર્દાફાશ કરીશ. હું કોઈ કાયદો તોડતો નથી. ઈમરાને આર્મી ચીફ બાજવાને મીર જાફર અને દેશદ્રોહી કહીને સંબોધ્યા હતા. ઈમરાને કહ્યું કે હું નવાઝ શરીફની જેમ દોડ્યો નથી. હું દેશમાં છું અને કાયદાનો સામનો કરીશ.

જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાન અને પાર્ટીના કાર્યકરોએ લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી ‘હકીકી આઝાદી લોંગ માર્ચ’ શરૂ કરી છે. આ દરમિયાન ઈમરાને જનતાને સંબોધન કર્યું હતું.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, આઈએસઆઈ ચીફ નદીમ અંજુમ વચ્ચે ખુલ્લો વિવાદ ચાલી રહ્યો છે. ઈમરાન બાજવાને સતત મીર જાફર અને દેશદ્રોહી કહી રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ISI લેફ્ટનન્ટ નદીમ અંજુમે ઈમરાન ખાનના હુમલાનો જવાબ આપવા માટે મીડિયા સમક્ષ હાજર થવું પડ્યું. તેણે ઈમરાનના આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ISI ચીફ સામે આવ્યો છે. કહેવાય છે કે ISI ચીફ કેમેરાથી દૂર રહે છે.