ભારતીય થિયેટરોમાં રિલીઝ થવા માટે, દરેક વિદેશી ફિલ્મે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને અરજી કરી મંજૂરી લેવી પડતી હોય છે, જે સામાન્ય રીતે સેન્સર બોર્ડ તરીકે ઓળખાય છે.
યુનિવર્સલ પિક્ચર્સ લાંબા સમયથી ભારતમાં ફિલ્મ ‘મંકી મેન’ રિલીઝ કરવા માટે ઉત્સુક છે અને તેના સ્થાનિક અધિકારીઓએ ફિલ્મને જરૂરી દસ્તાવેજો સાથે સેન્સર બોર્ડને સુપરત પણ કરી દીધા છે પણ આ ફિલ્મને હજુ મંજૂરી મળી નથી.
સેન્સર બોર્ડના સૂત્રોનું કહેવું છે કે હજુ સુધી બોર્ડ સમિતિએ આ ફિલ્મ જોઈ નથી આ માટે કમિટીની રચના કરવાની બાકી છે અને પરિક્ષણ સમિતિ ફિલ્મ જુએ પછી જ ફિલ્મને તેની વાર્તા અને તેના દૃષ્ટિકોણ અનુસાર સેન્સર પ્રમાણપત્ર મળી શકે છે.
ફિલ્મ ‘મંકી મેન’નું ટ્રેલર હિંસાથી ભરેલું છે અને એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ ભારતમાં ‘એડલ્ટ્સ ઓન્લી’ સર્ટિફિકેટ સાથે રિલીઝ થશે.
જોકે, ફિલ્મ ‘એનિમલ’ તેના હિંસક દ્રશ્યો માટે ભારતમાં રેકોર્ડ સફળતા મેળવી છે, પરંતુ ફિલ્મ ‘મંકી મેન’માં હિંદુ દેવી-દેવતાઓનો સંદર્ભ હોય કોઈ વિવાદ ઉભો થાય તેવા દ્રશ્યો જોયા બાદ જ નિર્ણય લેવાશે.