Heavy rain in Dubai; people’s life disrupted, heavy rain forecast today

UAE,heavy rain,Highways and airports were flooded with rainwater

દુબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે,સંયુક્ત આરબ અમીરાતમાં ગતરોજ ભારે વરસાદને કારણે અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવા શહેરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.

અહીં હાઈવે અને એરપોર્ટ પર વરસાદી પાણી ભરાઈ જતા હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી.

વરસાદના કારણે ઠેરઠેર હાઈવે અને એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. UAEના પાડોશી ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ હતી અને ભારે માત્રામાં પૂરના પાણી ફરી વળતા 18 લોકોના મોત થયા હતા અને લોકો ગુમ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દુબઈ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે અને અહીં ભારે વરસાદને લઈ હવાઈ સેવા ખોરવાઈ જતા પ્રવાસીઓ અટવાઈ જવા પામ્યા છે.

સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવાર સુધીમાં 4.75 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે બુધવારે પણ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ રહેવાની આગાહી થઈ છે.
હવામાન વિભાગે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
વરસાદને કારણે એરપોર્ટની સાથે સાથે ઘણા મોલ, મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો પાણીમાં ડૂબી જતા જન જીવન ખોરવાઈ જવા પામ્યું છે.