PCB ચેરમેન બનતાની સાથે જ રમીઝ રાજાનો મોટો નિર્ણય

મેથ્યુહેડન (ડાબે) અને વર્નાંન ફિલાંડાર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

પાકિસ્તાનની ટી 20 વર્લ્ડ કપની ટીમની જાહેરાત બાદ સતત નવાજૂની થઇ રહી છે. પ્રથમ પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ મિસ્બાહ અને બોલિંગ કોચ વકાર યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ સકલેન મુશ્તાક અને અબ્દુલ રઝાકને પાકિસ્તાન ટીમના વચગાળાના કોચ બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી રમીઝ રાજાએ PCB ના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. પદ સંભાળતાની સાથે જ પાકિસ્તાન ટી 20 વર્લ્ડ કપ ટીમ માટે નવા કોચની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર મેથ્યુ હેડનને પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ટી -20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ હેડનને પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકે આ જવાબદારી સોંપી છે. જ્યારે પીસીબીએ બોલિંગ કોચિંગ તરીકે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર વર્નોન ફિલેન્ડર પર વિશ્વાસ મૂક્યો છે.

મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાંનો એક છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 103 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 50.74 ની સરેરાશથી 8625 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી અને ત્રેવડી સદી પણ ફટકારી છે. જ્યારે વનડેમાં હેડને 161 મેચમાં 6133 રન બનાવ્યા છે જેમાં તેણે 10 સદી ફટકારી છે. તે જ સમયે, 9 ટી 20 મેચમાં તેણે 51.33 ની સરેરાશથી 308 રન બનાવ્યા છે.