નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ જર્સીનું અનાવરણ, ડાર્ક બ્લૂ કલરની સાથે આમાં સ્કાય બ્લૂ થંડર ડિઝાઈન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે પ્રથમવાર રમનારી ફ્રેન્ચાઇઝી, ગુજરાત ટાઇટન્સે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તેમની ટીમની જર્સીનું અનાવરણ કર્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યા, મુખ્ય કોચ આશિષ નેહરા, BCCI સેક્રેટરી જય શાહ અને ટીમના અન્ય તમામ અધિકારીઓની હાજરીમાં નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડાર્ક બ્લૂ કલરની સાથે આમાં સ્કાય બ્લૂ થંડર ડિઝાઈનમાં ગુજરાત ટાઇટન્સની જર્સી કુલ લાગતી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમ જેમ આઈપીએલની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ ફ્રેન્ચાઈઝીની ગતિવિધિ પણ વધી ગઈ છે. નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમના મોટાભાગના ખેલાડીઓ સાથે હાજર રહી હતી. BCCI સેક્રેટરી જય શાહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જય શાહ દ્વારા ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંઘ, ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા, ગુજરાત ટાઇટન્સના ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકી અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે જર્સી લોન્ચ કરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે “હું અપેક્ષા રાખતો નથી કે તે ઘણા બધા વિચારો સાથે યોજના બનાવવી જોઇએ. તેની સાથે એક વાત એકદમ સ્પષ્ટ છે કે તે ખેલાડીઓને નક્કી કરવા દે છે કે તેઓ શું કરવા માગે છે. તે રમતનો આનંદ માણવાની સ્વતંત્રતા આપે છે. તમે ભૂલો કરો છો પરંતુ આખરે તમે તેમાંથી શીખો છો. હું તેની સાથે જોડાવા અને તેની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે તે સૌથી મનોરંજક વ્યક્તિ છે જેને તમે મળી શકો,”

આ પ્રસંગે હાર્દિકને જ્યારે તેની બોલિંગ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું આ અત્યારે કહી શકું તેમ નથી, તેને સરપ્રાઈઝ થવા દો. તેણે આગળ કહ્યું, ‘અમારી ટીમ નવી છે. આવી સ્થિતિમાં IPL 2022 ખેલાડીઓની કસોટી કરશે. પરંતુ અમે દરેક ખેલાડીને માર્ગદર્શન આપવા તૈયાર છીએ. મારો વિચાર સ્પષ્ટ છે. સફળતા ખેલાડીઓની હશે અને નિષ્ફળતા હશે તો મારી હશે.

મોટેરામાં ગુજરાત ટાઇટન્સનો કેમ્પ યોજાશે
મુંબઈ જતા પહેલા ગુજરાત ટાઇટન્સ મોટેરા સ્ટેડિયમમાં નાનો કેમ્પ કરશે. આ કેમ્પ 14 માર્ચથી શરૂ થશે. ગુજરાત ટાઇટન્સે હરાજી પહેલા ત્રણ ખેલાડીઓ સુકાની હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાનને રિટેન કર્યા હતા. ગુજરાતની ટીમે હાર્દિકને 15 કરોડમાં રિટેન કર્યો હતો, રાશિદ ખાને પણ એટલી જ રકમમાં ટીમમાં જાળવી રખાયો છે. જ્યારે શુભમન ગિલને તેમની સાથે 8 કરોડ રૂપિયામાં જોડ્યો હતો. તે જ સમયે, ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા હરાજીમાં, ટીમે 19 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં મોહમ્મદ શમી, જયંત યાદવ, રાહુલ ટીઓટિયા જેવા ભારતીય ખેલાડીઓ સામેલ છે.

ગુજરાત ટાઇટન્સની ટીમ
મોહમ્મદ શમી (6.25 કરોડ), જેસન રોય (2 કરોડ), લોકી ફર્ગ્યુસન (10 કરોડ), અભિનવ સદ્રંગાની (2.60 કરોડ), રાહુલ તેવટિયા (9 કરોડ), આર સાઈ કિશોર (3 કરોડ), નૂર અહેમદ (30 લાખ), ડ્રોમિનિક ડ્રેક્સ (1.10 કરોડ), જયંત યાદવ (1.70 કરોડ), વિજય શંકર (1.40 કરોડ), જયંત યાદવ (1.7 કરોડ), દર્શન નલકાંડે (20 લાખ), યશ દયાલ (3.2 કરોડ), બી. સાઈ સુદર્શન (20 લાખ), ગુરકીરત સિંહ (50 લાખ), અલઝારી જોસેફ (2.4 કરોડ), વરુણ એરોન (50 લાખ) અને પ્રદીપ સાંગવાન (20 લાખ).