જશ જીતેનકુમાર પટેલનું 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે મિત્રો સાથે ફરવા નિકળ્યો ત્યારે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રોએ પરિવારની મદદ માટે 65 હજાર કેનેડિયન ડોલર (40 લાખ) એકઠા કર્યા, સુરતના કામરેજ તાલુકાના મંકણા ગામનો હતો જશ પટેલ

canada News, Jashkumar patel, drowned incident, Gujarat, International Student,

પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો જશ પટેલ, મિત્રો દ્વારા ગો ફંડ મી પેજ શરૂ કરાયું

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
કેનેડામાં ગુજરાતના વિદ્યાર્થી જશ જીતેનકુમાર પટેલનું મોત થયું છે. 1 જુલાઇના રોજ મિત્રો સાથે કેનેડા ડેના દિવસે જોબ પરથી પરત ફર્યા બાદ ઓટોનાબી નદીમાં ફરવા ગયો હતો ત્યારે અચનાક જ પાણી ખતરનાક વહેણમાં ડૂબવાથી જશનું મોત થયું હતું. જશ પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતો હતો. મિત્રોએ પરિવારની મદદ માટે 65 હજાર કેનેડિયન ડોલર (40 લાખ) એકઠા કર્યા છે, સુરતના કામરેજ તાલુકાના માંકણા ગામનો હતો જશ પટેલ અને કેનેડામાં વસતા તેના સમાજ દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરાઇ હતી.

પીટરબરો પોલીસ સર્વિસના જણાવ્યા અનુસાર તે સાંજે 23 વર્ષીય જશ મિત્રો સાથે હતો જ્યારે તે લિટલ લેકના કિનારેથી ઓટોનાબી નદીમાં પ્રવેશ્યો હતો. જો કે, તે પાણીના વહેણમાં તણાયો હતો. જેને પગલે તે પાણીમાં ગરકાવ થયો હતો. એક મિત્રએ ટ્રેનના પુલ પરથી નદીમાં કૂદીને જશને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે અસફળ રહ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

બીજા દિવસે મળ્યો જશનો મૃતદેહ
પીટરબરો પોલીસે બીજા દિવસે જશના લાપતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. જશના જવાથી તેના કોલેજના મિત્રો તથા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પોલીસે જશની ઓળખ કરી ન હતી. જો કે, GoFundMe પેજ દ્વારા જાણવા મળ્યું હતું કે તે પીટરબરોની ફ્લેમિંગ કોલેજમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જશકુમાર જીતેનકુમાર પટેલ છે. હાલ પેજ પર આ લખાઇ રહ્યું છે ત્યારે 48 હજાર કેનેડિયન ડોલરથી વધુ એકઠા કરી લેવામાં આવ્યા છે જેનાથી તેના પરિવારને મદદ કરી શકાય. મિત્રો દ્વારા 70 હજાર ડોલર એકઠા કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે અને ભારતીય સમુદાય દ્વારા ઉદાર હાથે મદદ પણ થઇ રહી છે.

GoFundMe Page
https://www.gofundme.com/f/honoring-the-life-of-a-promising-student-jash-patel

જશ વોલમાર્ટ માટે કરતો હતો કામ
મિત્રો દ્વારા મળી માહિતી અનુસાર જશ વોલમાર્ટ માટે કામ કરતો હતો. 1 જુલાઇએ કેનેડા ડેના દિવસે જ્યાં એકતરફ સમગ્ર દેશ ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે જશ પોતાની શિફ્ટ પૂર્ણ કરીને મિત્રો સાથે નદી પાસે પહોંચ્યો હતો. જ્યાં આ સમગ્ર ઘટની ઘટી હતી. પાણીમાં તેના મિત્રોના ગયા પછી, તેણે પણ નાના તળાવના કિનારેથી પાણીમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ગભરાઈ ગયો હતો અને ડૂબવા લાગ્યો. તેના એક મિત્રે તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. મંગળવારે બપોર બાદ તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.

canada News, Jashkumar patel, drowned incident, Gujarat, International Student,
canada News, Jashkumar patel, drowned incident, Gujarat, International Student,