વિવિધ ક્ષેત્રોના ત્રણ વર્ષ માટે 46-46 એવોર્ડની યાદી જાહેર કરાઇ

ગુજરાતી ફિલ્મ એવોર્ડ વર્ષ 2020, વર્ષ 2021 અને વર્ષ 2022 માટેના ફિલ્મ એવોર્ડનું એલાન કરી દીધું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગુજરાતી ફિલ્મ એવોર્ડનું એલાન કરવામાં આવે છે અને આ માટે 46 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. તો આ તરફ આર્થિક સહાય પસંદગી પામેલી ફિલ્મો પણ જાહેર કરાઇ છે.

  • વર્ષ 2022 માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ‘છેલ્લો શો’ માટે પેન નલિનને એનાયત
  • વર્ષ 2022 માટે શ્રેષ્ઠ અભિનેતા, યશ સોની, ફક્ત મહિલાઓ માટે
  • વર્ષ 2022 માટે શ્રેષ્ઠ અભિનેત્રી, આરોહી પટેલ, ઓમ મંગલમ્ સિંગલમ્
  • વર્ષ 2021 માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ, ભાવિન ત્રિવેદી, ફિલ્મ ભારત મારો દેશ છે
  • વર્ષ 2021 માટે શ્રેષ્ઠ અભિનેતા, આદેશ સિંહ તોમર, ફિલ્મ ડ્રામેબાઝ
  • વર્ષ 2021 માટે શ્રેષ્ઠ અભિનેત્રી, ડેનિશા ગુમરા, ફિલ્મ ભારત મારો દેશ છે
  • વર્ષ 2020 માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ, દુર્ગેશ તન્ના, લવની લવસ્ટોરી
  • વર્ષ 2020 માટે શ્રેષ્ઠ અભિનેતા, મલ્હાર ઠાકર, ગોળકેરી
  • વર્ષ 2020 માટે શ્રેષ્ઠ અભિનેત્રી, કિંજલ રાજપ્રિયા, કેમ છો,

ત્રણ વર્ષ માટે એવોર્ડનું એલાન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત વર્ષ 2020, 2021 અને 2022 માટે વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે પસંદગી પામનાર શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્‍ઠ કલાકાર કસબીઓની પસંદગી રાજ્ય સરકારે કરી છે. આ ઉપરાંત, આર્થિક સહાય માટે પસંદગી પામનાર ચલચિત્રોની પસંદગી પણ કરવામાં આવી છે, જે અંતર્ગત રૂ. 5 લાખ થી રૂ. 50 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવી છે. વિજેતા ફિલ્મો સાથે સંકળાયેલા સૌ કલાકસબીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. સુંદર કથાનક ધરાવતી, ટેકનિકલી શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે યશ પામે તેવી રસપ્રદ ગુજરાતી ફિલ્મો વધુને વધુ પ્રમાણમાં બને તેવી કામના વ્યક્ત કરું છું.