કેનેડાના ક્યુબેક પ્રાંતની સેન્ટ લોરેન્સ નદી ક્રોસ કરવા જતા બોટ પલટી
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુર ડાભલા ગામનો ચૌધરી પરિવાર
- પતિ પત્ની અને પુત્ર પુત્રીએ જીવ ગુમાવ્યો
- તમામ મૃતક ઍક જ પરિવારના સભ્યો
અમેરિકા જવાની ગુજરાતીઓની લાલસા હજુ પણ ઓછી થઈ નથી જ્યારે બે વર્ષ પહેલાં ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના એક પરિવારે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમ છતાં પણ હજુ ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકા જવાનું છોડતા નથી. હવે આ જ કિસ્સામાં મહેસાણાના ચૌધરી પરિવારના 4 વ્યક્તિઓએ કેનેડા થી અમેરિકા જવાના પ્રયાસમાં જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), દક્ષા પ્રવીણભાઇ ચૌધરી (ઉં 45) તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નું નામ બહાર આવ્યું છે.
આ તમામ રહેવાસીઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુર ડાભલા ગામના વતની હતા.બુધવારની રાત્રીએ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. જેમાં આઠ વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ આઠ વ્યક્તિમાં કેનેડિયન પોલીસે ચાર વ્યક્તિની ઓળખ કેનેડામાં રહેતા રોમાનિયન પરિવારની કરી હતી જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ભારતીય હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસને પહેલેથી જ આશંકા હતી કે આ ભારતીય ગુજરાતી મૂળના હોઈ શકે છે. જેથી તપાસનો વેગ ગુજરાત થી શરૂ કરવામાં આવ્યો હતો અને આખરે એવું જ થયું.
ગુજરાત પોલીસે હવે તપાસનો દોર આગળ વધાર્યો છે અને કેતુલ પટેલ નામના એજન્ટની શોધખોળ હાથ ધરી છે.ત્રણ વર્ષથી નાની ઉંમરના બાળકે પણ જીવ ખોયો એક બાળક ત્રણ વર્ષથી નાની ઉંમરનો હતો અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. અન્ય શિશુ પણ કેનેડિયન નાગરિક હતું, સ્થાનિક પોલીસ વડાએ શુક્રવારે ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું. અકવેસાસ્ને મોહૌક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને બીબીસીને જણાવ્યું હતું કે, મૃતદેહો બે પરિવારોના હોવાનું માનવામાં આવે છે, જેમાં એક રોમાનિયન વંશનો અને એક ભારતીય મૂળનો છે.
ગુરૂવારે શરૂ થયેલી અન્ય ગુમ વ્યક્તિની શોધ પછી મૃતદેહો મળી આવ્યા હતા.કેનેડાના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યોઆ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, “આ એક હૃદયદ્રાવક સ્થિતિ છે. આપણે બરાબર સમજવાની જરૂર છે કે શું થયું, તે કેવી રીતે થયું અને આ ફરી ક્યારેય થવાની શક્યતાઓને ઘટાડવા માટે આપણે જે કરી શકીએ તે કરવું જોઈએ.”