ગુજરાત ટાઇટન્સ 207/6, ગિલ 56, ડેવિડ મિલર 46, અભિનવ મનોહર 42 રન, મુંબઇ ઇન્ડિયન્સ રશીદ ખાન- મોહિતની 2-2 વિકેટ, નૂર અહેમદ 3 વિકેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સને કારમો પરાજય આપ્યો છે. 208 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 55 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ગુજરાત તરફથી નૂર અહેમદે 3 તથા રાશિદ ખાન અને મોહિત શર્માએ બે- બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ પોઇન્ટ્સ ટેબલમાં ચેન્નઇ સુપર કિંગ્સની સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને પહોંચી ગયું છે. મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરના અંતે 9 વિકેટે 152 રન જ બનાવી શક્યું હતું.

ગુજરાત ટાઇટન્સે આપ્યો 208 રનનો તોતિંગ લક્ષ્યાંક
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી અને સાહા માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન હાર્દિક પંડ્યા પણ માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, બીજા છેડે ઊભેલા શુભમન ગિલે એક બાજુથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ચાલુ રાખ્યો અને 30 બોલમાં આ સિઝનની તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી. ગિલ 34 બોલમાં 56 રનની ધમાકેદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો.

કિલર મિલર અને અભિનવે તોતિંગ લક્ષ્યાંકનો ટોન સેટ કર્યો
શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યા બાદ, અભિનવ મનોહર અને ડેવિડ મિલરે આગેવાની લીધી અને મુંબઈના બોલિંગ આક્રમણને તોડી નાખ્યું. અભિનવે માત્ર 21 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 42 રન ફટકાર્યા હતા. તે જ સમયે, કિલર મિલરે 209ના સ્ટ્રાઈક રેટથી રમતા 2 ચોગ્ગા અને ચાર આકાશી છગ્ગાની મદદથી 46 રન ફટકાર્યા હતા.

રાહુલ તેવટિયાનો ફિનિશિંગ ટચ
રાહુલ તેવટિયાએ છેલ્લી ઓવરમાં ગુજરાતની ઇનિંગને ફિનિશિંગ ટચ આપ્યો હતો. 400ના સ્ટ્રાઈક રેટથી રમતા તેવટિયાએ માત્ર 5 બોલમાં અણનમ 20 રન બનાવ્યા હતા. ગુજરાતે છેલ્લી છ ઓવરમાં 94 રન બનાવ્યા હતા. તેવટિયાની જોરદાર હિટિંગના કારણે ગુજરાતે છેલ્લી બે ઓવરમાં 35 રન બનાવ્યા અને IPLમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.