આઇપીએલમાં ગુજરાતનો ચેન્નઇ સામે 3 વિકેટે વિજય, ગુજરાત ટાઇટન્સ 19.5 ઓવર 7 વિકેટે 170, ચેન્નઇ સુપર કિંગ્સ 5 વિકેટે 169
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નથી. ટીમે પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. પાવરપ્લેમાં ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. સાહા 11 રન બનાવીને આઉટ થયો હતો. તેવટિયાએ 14 બોલમાં 6 રન બનાવ્યા હતા.
આ પહેલા ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પા 3 અને મોઈન અલી 1 રન બનાવી આઉટ થયા હતા. અંબાતી રાયડુ 31 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ગાયકવાડ 48 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ છેલ્લે 12 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ 6માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે.