ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના નવા રાજકીય પક્ષની રચના કરી છે. રવિવારે દિગ્ગજ રાજનેતાએ કહ્યું કે તેણે નવી પાર્ટી બનાવી છે. આ પાર્ટીનું નામ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પણ લડશે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે.
‘ભાજપ, કોંગ્રેસ અને AAP માટે મારા દરવાજા બંધ’
ચૂંટણીના રાજકારણમાં પુનરાગમન અંગે તેમણે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “લોકો ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિકલ્પ શોધી રહ્યા છે. મારા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના દરવાજા બંધ છે. આ કારણે મેં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી શરૂ કરવાનું નક્કી કર્યું. આ પાર્ટી દોઢ વર્ષ પહેલા રજીસ્ટર થઈ હતી. હવે અમારી પાસે પાર્ટી છે.”
પક્ષની બનાવવાની સાથે જ વચનોની લ્હાણી
વાઘેલા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (ખાસ કરીને ફેસબુક પેજ) પર ગુજરાતની જનતાને ઘણા વચનો આપી ચૂક્યા છે. જેમાં વાર્ષિક 12 લાખ રૂપિયા કમાતા પરિવાર માટે 12 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો, આવા પરિવારના બાળકોને 12મા ધોરણ સુધી મફત શિક્ષણ, યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ, પાણીના કરમાંથી મુક્તિ, 100 યુનિટ સુધી મફત વીજળીનો સમાવેશ થાય છે. ખેડૂતોને લોન માફી, વીજળી બિલમાં રાહત અને નવી વૈજ્ઞાનિક દારૂ નીતિ વગેરે.
સ્થાપના પહેલા સ્વામી અને સિબ્બલને મળ્યા
રસપ્રદ વાત એ છે કે, વાઘેલા નવી પાર્ટીની જાહેરાતના એક દિવસ પહેલા શનિવારે (20 ઓગસ્ટ, 2022) રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (PM નરેન્દ્ર મોદી, કેન્દ્ર અને NDAના ટીકાકાર પણ છે) અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલને મળ્યા હતા. રજૂ કરવામાં આવી હતી. વાઘેલા પ્રાદેશિક પક્ષની શરૂઆત કરીને યોગ્ય કાર્ય કરી રહ્યા છે એમ કહીને તેમને ટેકો આપવા વિનંતી કરી.
પ્રાદેશિક પક્ષો પહેલેથી જ થયા છે નિષ્ફળ
જો કે, વર્ષ 2017માં પણ વાઘેલા પ્રાદેશિક પક્ષ લઈને આવ્યા છે. એ પક્ષનું નામ હતું જનવિકલ્પ. તેમણે આ પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા. તેમને એક ટકા પણ મત મળ્યા નથી. તેમજ રાજ્યમાં એક પણ સીટ જીતી શક્યા નથી. જોકે, તેમણે પોતે ચૂંટણી લડી ન હતી.