ગુજરાત માટે આજનો દિવસ ખાસ રહેશે વડાપ્રધાન મોદીજીની હાજરીમાં આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થવા જઈ રહ્યો હોય ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિંટો ન્યુસી અમદાવાદ એરપોર્ટ પર આવી ચુક્યા હતા જ્યાં તેઓનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતુ ત્યારબાદ ભપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ રોડ માર્ગે ગાંધીનગર જવા રવાના થયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેઓના નિર્ધારિત સમયે રાજભવનથી મહાત્મા મંદિર પહોંચ્યા હતા અને તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ-હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજના કાર્યક્રમો આ મુજબ છે.

આજે 5 ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે બેઠક થશે.
મહાત્મા મંદિર ખાતે  સીઈઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન બેઠક કરશે, બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કરાવશે.
જ્યારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર UAE ના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝયેદ અલ નહ્યાન અમદાવાદ આવશે. યુએઈ નાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીઆશ્મ સુધી રોડ શો કરશે. તેમજ ગાંધીનગરમાં હોટલ લીલામાં સાંજે દ્વિપક્ષીય બેઠક યોજાશે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈનાં રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ એમઓયુ થશે.
રાત્રે હોટલ લીલામાં યુએઈનાં રાષ્ટ્રપતિ સાથે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરશે. પીએમ મોદી આવતીકાલે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. તેમજ સમિટનાં ઉદ્ઘાટન બાદ દ્વિપક્ષીય બેઠકો અને સીઈઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગિફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.  

મહત્વનું છે કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટને બ્રાન્ડ કરવા માટે અન્ય વિકલ્પો પૈકી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પસંદ કર્યું હતું.
આજે આ નામ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે