ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ કર્યો બ્રેક, કોંગ્રેસના સુપડા સાફ, રાજ્યમાં આમ આદમી પાર્ટીની ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી

ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાથી લઇને અલ્પેશ કથીરિયાનો કારમો પરાજય

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાતમાં એક્ઝિટ પોલના જે અનુમાન હતા તેના કરતા પણ ભારતીય જનતા પાર્ટીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. તો આ તરફ ભૂપેન્દ્ર પટેલે પીએ નરેન્દ્ર મોદીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં ભલે પીએમ મોદીનો જાદુ હતો પરંતુ આ પહેલા જે વિસ્તારોમાં ભાજપ આજ સુધી હારતી હતી ત્યાં ભાજપે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલના નેતૃત્વમાં આંકડો 150ને પાર પહોંચાડી દીધો છે. આદિવાસી વિસ્તારોમાં ભાજપને લગભગ 47 ટકા વોટ શેર મળ્યા છે. જ્યાં ભાજપ લગભગ 20 સીટો પર આગળ છે.

1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે.

કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આક્ષેપ કર્યો છે કે AAPએ કોંગ્રેસના મતોમાં ખાડો કરીને ભાજપની ‘બી’ ટીમ તરીકે કામ કર્યું છે. આનાથી ભાજપને 150 સીટો પાર કરવામાં મદદ મળી. આશ્ચર્યજનક રીતે, ગુજરાતમાં પ્રથમ વખત આક્રમક રીતે ચૂંટણી લડનાર AAPને અત્યાર સુધીમાં 12 ટકા મત મળ્યા છે અને તેના ઉમેદવારો છ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ
આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતા.

    ક્યાં કોની હાર, કોની જીત ?

    • વિસાવદર સીટ પરથી પક્ષ પલટું હર્ષદ રિબડિયાની AAP સામે હાર
    • ઇસુદાન ગઢવીનો ખંભાળિયા સીટ પર પરાજય
    • પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર
    • AAPએ ગુજરાતમાં ખાતું ખોલ્યું, જામજોધપુરમાં આપના હેમંત ખવાએ ભાજપના પૂર્વ મંત્રીને હરાવ્યા
    • કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત
    • ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત
    • કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત