મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા અને ધવલ સિંહ ઝાલા સહિત 7 નેતાઓ સસ્પેન્ડ

Gujarat Assembly Election, Gujarat Election 2022, BJP List, Women Candidate,

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપની કામગીરી પર સૌની નજર ટકેલી છે. પાર્ટી ફરી એકવાર રાજ્યમાં કમળને ખીલવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. પરંતુ બળવાખોર નેતાઓ સમગ્ર ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે હવે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે.

આ નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા અને ધવલ સિંહ ઝાલા જેવા 7 લોકોના નામ છે જેઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.

ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

ભાજપના અનેક નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમાં ઘણા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ છે. પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ પ્રમુખને સમજાવ્યા બાદ પણ તેમણે ઉમેદવારી પાછી ખેંચી નથી. વાઘોડિયાથી ભાજપની ટિકિટ પર 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેઓ પણ અપક્ષ મેદાનમાં ઝંપલાવ્યું હતું.