કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન , પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે પણ ધીમે ધીમે કમર કસી લીધી છે. અત્યાર સુધી પ્રચારમાં કોંગ્રેસ ગાયબ સમાન હતી પરંતુ હવે ફૂલ પ્લાન સાથે આગળ વધવા માટે કમર કસી લીધી છે. કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે. પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી રૂપેશ બઘેલ પણ સભાઓ ગજવશે. જે યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનું પણ નામ છે. ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન અપાયું છે.

મહત્વનું છે કે, કોંગ્રેસે હજી સુધી પાલનપુર, દિયોદર, બહુચરાજી, બાયડ, વિરમગામ, ધંધુકા, પેટલાદ, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, કાંકરેજ, ઊંઝા, વિસનગર, મહેસાણા, ભિલોડા, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર નોર્થ, સાણંદ, નારણપુરા, મણિનગર, અસારવા, ધોળકા, ખંભાત, માતર, મહેમદાબાદ, લુણાવાડા, સંતરામપુર, શેહરા, ગોધરા, કાલોલ, હાલોલ, દાહોદ, સાવલી, પાદરા અને કરજણ બેઠકો ઉપર નામ જાહેર નથી કર્યા.

36 પૈકી 10 વર્તમાન MLA, છતાં નિર્ણય હજુ અનિર્ણિત
36 પૈકી 10 બેઠકો એવી કે જ્યાં વર્તમાન ધારાસભ્ય છે છતાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. જેમાં પાલનપુર મહેશ પટેલ, દિયોદર શિવાભાઈ ભુરીયા, બેચરાજી ભરતજી ઠાકોર, બાયડ જશુભાઇ પટેલ, વિરમગામ લાખાભાઇ ભરવાડ, ધંધુકા રાજેશભાઈ ગોહિલ, પેટલાદ નિરંજન પટેલ, ઠાસરા કાંતિભાઈ પરમાર, કપડવંજ કાળુભાઇ ડાભી અને બાલાસિનોરના અજિત ચૌહાણ વર્તમાન ધારાસભ્ય છે. આમ છતાં હવે આ 10 માં થી કોઈની ટિકિટ કપાય છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.