વર્ષ 2022-23માં કુલ 18.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન

GST Collection in March, INdia GST, Goods and service tax, Financial year 2022-23, recordbreak GST Collection,

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શનથી સરકારના ખિસ્સા ભરાયા છે. માર્ચ 2023માં GST કલેક્શન ઘણું સારું રહ્યું છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. જીએસટીના ઈતિહાસમાં અત્યાર સુધીનું આ બીજું સૌથી મોટું કલેક્શન છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનના સંદર્ભમાં, ગયા નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો શાનદાર રહ્યો છે.

અત્યાર સુધીનું બીજું સૌથી મોટું GST કલેક્શન
દેશમાં જીએસટીના ઈતિહાસમાં આ બીજા ક્રમનું સૌથી વધુ રેવન્યુ કલેક્શન છે અને એપ્રિલ 2022 પછીથી બીજા નંબરનું સૌથી વધુ GST કલેક્શન સાબિત થયું છે. માર્ચ 2023ના GST કલેક્શનમાં ખાસ વાત એ છે કે તે સતત 14 મહિના સુધી 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યો છે. બીજી તરફ, દેશમાં GST લાગુ થયા બાદ આ બીજી વખત છે જ્યારે GST કલેક્શન 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. વાર્ષિક ધોરણે જીએસટીની આવકમાં 13 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયનું ટ્વીટ જુઓ

વર્ષ 2022-23માં GST કલેક્શન કેવું રહ્યું
આખા નાણાકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો, કુલ 18.10 લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન થયું છે. તેના આધારે માસિક GST કલેક્શનનો આંકડો સરેરાશ 1.51 લાખ કરોડ રૂપિયા આવે છે. નાણાકીય વર્ષ 2022-23માં GSTની કુલ આવક પાછલા નાણાકીય વર્ષ કરતાં 22 ટકા વધુ રહી છે.

જુઓ ક્યાંથી મળ્યો કેટલો ટેક્સ ?
માર્ચમાં GSTની કુલ આવક રૂ. 1,60,122 કરોડ હતી અને તેમાંથી CGSTનું યોગદાન રૂ. 29,546 કરોડ હતું. એસજીએસટીનો આંકડો રૂ. 37,314 કરોડ હતો અને આઇજીએસટીનો ફાળો રૂ. 82,907 કરોડ હતો, જેમાંથી (રૂ. 42,503 કરોડનો સંગ્રહ માલની આયાતમાંથી આવ્યો હતો). અને આમાં સેસ રૂ. 10,355 કરોડ (જેમાંથી રૂ. 960 કરોડ માલની આયાતમાંથી આવ્યા છે).
આ વખતે શું ખાસ છે

છેલ્લા નાણાકીય વર્ષમાં આ ચોથી વખત બન્યું છે જ્યારે GST કલેક્શન રૂ. 1.5 લાખ કરોડના રેવન્યુ કલેક્શનના આંકડાને પાર કરી ગયું છે. GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ GST કલેક્શન છે. એટલું જ નહીં માર્ચ 2023માં જ સૌથી વધુ IGST કલેક્શન જોવા મળ્યું છે.
જાણો માર્ચનું GST કલેક્શન કેવું રહ્યું

માર્ચ 2023ની GST આવક પાછલા નાણાકીય વર્ષના સમાન મહિના કરતાં 13 ટકા વધુ છે. આ મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 8 ટકાથી વધુ થઈ છે. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષના સમાન મહિનામાં સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત) પણ 14 ટકા વધુ નોંધાયા છે.