વાયરલ વીડિયોને મહત્વપૂર્ણ પૂરાવો ગણ્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યારા ફેનિલને ફાંસીની સજા સુરત કોંર્ટે સંભળાવી છે. કોર્ટે સમગ્ર કેસને રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો હતો અને ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે ફેનિલના ચહેરા પર કોઇપણ પ્રકારનો ડર જોવા મળ્યો ન હતો. ગ્રીષ્માના પરિવારજનો પણ સજા સંભળાવતી વખતે હાજર રહ્યા હતા. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે.

  • કોર્ટે 70 દિવસમાં ચૂકાદો સંભળાવ્યો
  • 2,500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી
  • 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા
  • કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણી ફેનીલને ફાંસીની સજા
  • આરોપીના કૃત્ય અધમ અને અમાનવીય ગણાવ્યું
  • આરોપીને મૃત્યુ દંડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ પણ કોર્ટે નોંધ્યું

મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે

વાયરલ વીડિયો મહત્વપૂર્ણ પૂરાવો, 12 ફેબ્રુઆરીએ કરી હતી હત્યા
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. સમગ્ર કેસ દરમિયાન જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો તેને મહત્વપૂર્ણ પૂરાવો કોર્ટે ગણ્યો છે અને તેને કારણે જ ફેનિલને ફાંસીની સજા સંભળાવાઇ છે. કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી.