બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસએ કરી જાહેરાત
11 ઓક્ટોબરથી નવો નિયમ થશે અમલી, જુના આકરા નિયમથી ભારતીય હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાંથી નામ પાછું ખેંચ્યું હતું.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
જેવા સાથે તેવાની નીતિ ને પગલે ગ્રેટ બ્રિટન અને આખરે ભારત સામે ઝૂકવું પડયું છે. દસથી વધુ દિવસ સુધી quarantine રહેવાનાં આદેશને બ્રિટનને હવે ભારત માટે પોતાનો નિયમ બદલવો પડે છે. ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસ એ જણાવ્યું હતું કે ભારતથી બ્રિટન જતા લોકોએ હવે quarantine નહીં રહેવું પડે. બ્રિટને શરત મૂકી છે કે કોવિશિલ્ડ અથવા મંજૂરી પામેલી વેક્સિનનાં જો બંને ડોઝ લીધા હોય તો તેવા ભારતીય નાગરિકે બ્રિટનમાં quarantine માંથી મુક્તિ મળી છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય રસી મામલે બ્રિટન પોતાનું આકરૂ વલણ દાખવી રહ્યું હતું, હવે ભારતના દબાણની આગળ બ્રિટને નમવું પડ્યું છે, હવે બ્રિટેને ભારતીય રસીને લઈનેપોતાની ટ્રાવેલ એડવાઈઝરી બદલી છે. કોવીશિલ્ડ લેનારા લોકોને પણ દેશમાં એન્ટ્રી મળશે. બ્રિટીશ સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા ટ્રાવેલ નિયમો પર વિવાદ વચ્ચે ભારત સરકારે બ્રિટેનના (કોવિશિલ્ડ વૅક્સિન)ને માન્યતા ના આપવા પર નારજગી વ્યક્ત કરી હતી. ત્યાર પછી પોતાની ટ્રાવેલ એડવાઈઝરી બદલતા બ્રિટને ભારતીય રસી લેનાર લોકોને પણ દેશમાં એન્ટ્રી કરવાની મંજૂરી આપી દીધી છે.