ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે તા.21મી જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત મહાયજ્ઞ,ભક્તિ ગીતો સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો,રામાયણ ઉપર ભારતીય સમુદાયના યુવાનો-બાળકો માટે વકૃતવ સ્પર્ધા અને ઇનામ વિતરણ સહિત મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન પ્રસંગે ન્યુઝીલેન્ડમાં વસતા દરેક ગુજરાતી સમાજ સહિત ભારતીય પરિવારોને કાર્યક્રમમાં ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભારતમાં ભગવાન શ્રી રામની પ્રાચીન નગરી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે,આ ઐતિહાસિક ક્ષણ જોવા લોકોમાં જબરદસત ઉત્સુકતાનો માહોલ છે ત્યારે દેશ વિદેશમાં વસતા ભારતીય સમુદાયમાં પણ ખૂબજ ઉત્સુકતા છે ત્યારે ન્યુઝીલેન્ડમાં ધાર્મિક સંસ્થાનોના સંયુક્ત ઉપક્રમે તા.21મી જાન્યુઆરીને રવિવારના રોજ બપોરે 1 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઓકલેન્ડ સ્થિત ઈડન પાર્ક 64,સેન્દ્રીમ હામ રોડ,આઉટર ઓવેલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાયજ્ઞ,ભક્તિ ગીતો,ભજન, શ્રીરામજન્મ ભૂમિનો ઈતિહાસ વગરે પ્રસ્તુત કરવામાં આવશે.
આ પ્રસંગે યુવાનો-બાળકો માટે વકૃતવ સ્પર્ધાઓ,ઇનામ વિતરણ કરવામાં આવશે તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન્યુઝીલેન્ડમાં વસતા દરેક ભારતીયોને ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સાથેજ ન્યુઝીલેન્ડમાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત એક વેબસાઈટ પણ કાર્યરત કરવામાં આવી છે જેની લિંક આ મુજબ છે https://shriramreturns.org/
આ લિંક વધુને શેર કરવા જણાવાયું છે.