એડમન્ટનના મેયર અમરજીત સોહી અને MLA ક્રિસ્ટિના ગ્રે હાજર રહ્યા
ભારતીય સમૂદાયની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરાઇ
26 જાન્યુઆરી, એટલે કે ભારતીય ગણતંત્ર દિવસ. ભારતીય લોકશાહીના પર્વને ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં વસતા ભારતીય સમૂદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ જ પ્રકારે કેનેડાના એડમન્ટન ખાતે કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એડમન્ટન દ્વારા રંગેચંગે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એડમન્ટનના મેયર અમરજીત સોહી હાજર રહ્યા હતા તો સ્થાનિક એમ.એલ.એ. ક્રિસ્ટિના ગ્રે પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત મહેમાનો અને ભારતીય સમૂદાયની હાજરીમાં બાળકો દ્વારા ભારતની સંસ્કૃતિની ઝલક સંગીત અને નાટ્ય સ્વરૂપે બતાવવામાં આવી હતી. મેયર અમરજીત સોહીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું . MLA ક્રિસ્ટીના ગ્રેએ ઉજવણી દરમિયાન ભારતની બહુસાંસ્કૃતિક કાર્યક્રમોને માણ્યો હતો તથા શાનદાર ઉજવણી માટે અભિનંદન પાઠવ્યા હતા.