ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં રાત્રીના 12ના ટકોરે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે,ઠેરઠેર ફટાકડા ફોડી લોકો જશ્ન મનાવી રહયા છે.જાહેર સ્થળો,હોટલો,ક્લબ,ફાર્મ હાઉસમાં પાર્ટીના અયોજનો થયા છે.
દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષને આવકારી રહ્યા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા ભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. DJના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે. અવનવી થીમ સાથે ઉજવણી કરતા યુવાનો નવા વર્ષને આવકારવા આતૂર બન્યા છે અને ફટાકડા ફોડી કીકીયારી પાડી નવા વર્ષને આવકારી રહયા છે.
સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ઠેરઠેર વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું.
રાજ્યમાં નવા વર્ષને આવકારવા યુવાધન થનગની રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટી પ્લોટો અને જાણીતી ક્લબોમાં યુવાધન નો જમાવડો જામ્યો છે. ઠેર ઠેર નાઇટ પાર્ટી અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ પર યુવાઓ DJના તાલે ઝૂમી રહ્યા છે.
સુરત,રાજકોટ,વડોદરામાં પણ જોરદાર આયોજન થયા છે અને નવા વર્ષની ઉજવણીની રોનક જોવા મળી રહી છે.