ભારતભરમાં આજે 2024ના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે.
ભારતે ફ્રાંસને મહેમાન દેશ બનાવ્યો છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 75માં ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા છે.

દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને રાજનાથ સિંહ સહિતના મહાનુભાવો હાજર રહયા હતા આ તકે ઉપસ્થિતોએ યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી,આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા.

પરેડમાં ભાગ લેવા માટે ઈમેન્યુઅલ મેક્રોન સાથે 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને ફ્રાન્સથી 33 સભ્યોની બેન્ડ ટુકડી પણ ભારત આવી હતી.

વિગતો મુજબ દેશભરમાં આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે,સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.મોદીએ અહીં 2 મિનિટ મૌન પાળ્યુ હતું.ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. 

પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થઈ ગઇ હતી જેમાં 100 મહિલા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને પરેડની શરુઆત થઈ હતી,

પરેડમાં 1500 મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકનૃત્યો રજૂ કર્યા હતા.
આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓ કર્યું. ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવે કર્યું.

કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા જવાનોએ પણ ભાગ લીધો હતો.
BSF, CRPF અને SSBની મહિલા જવાનોએ 350CC રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટંટ કર્યા હતા.

ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો ભાગ લીધો હતો. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો.

નોંધનીય છે કે અગાઉ તા.22 ડિસેમ્બર 2023 ના રોજ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને આમંત્રણ આપવાનું હતુ પરંતુ તેઓ વાર્ષિક સ્ટેટ ઓફ ધ યુનિયન કાર્યક્રમના કારણે બિડેન આવી શકે તેમ ન હોઈ ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિને છેલ્લી ઘડીએ વિનંતી કરતા તેઓ ભારત આવ્યા, જે દર્શાવે છે કે ફ્રાન્સ એ ભારતનો ઓલ વેધર મિત્ર છે.