કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ રામલલાના દરબારમાં પહોંચ્યા હતા,જ્યાં તેમણે રામલલાના દરબારમાં ઘૂંટણ ટેકવીને દંડવત કરી પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાની ભાવનાઓ સમર્પિત કરી હતી.

શ્રી રામ જન્મભૂમિ ખાતે દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ લલ્લાના દર્શન કર્યા બાદ ખાને પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું, “હું જાન્યુઆરીમાં બે વખત અયોધ્યા આવ્યો છું અને તે સમયે જે લાગણી હતી તે જ લાગણી આજે પણ છે.
હું અયોધ્યાનો પાડોશી હોવાને કારણે ઘણી વખત અયોધ્યા આવ્યો છું.
આ અમારા માટે ખુશી અને ગર્વની વાત છે.

તેમણે કહ્યું, “આજે હું ભગવાન રામલલાના દર્શન કરવા આવ્યો છું.
હું બહરાઈચ જિલ્લાનો રહેવાસી છું અને શ્રી રામલલાને જોઈને હું પણ ભાવુક થઈ ગયો.
અયોધ્યા ઘણું બદલાઈ ગયું છે.
આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.