મધ્યપ્રદેશમાં CM ડો.મોહન યાદવ સરકારની પ્રથમ કેબિનેટ રચના આજે સોમવારે થઈ હતી.
કેબિનેટના પ્રથમ વિસ્તરણમાં 28 મંત્રીઓએ શપથ લીધા.
જેમાં 18 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળની રચનામાં ભાજપે જ્ઞાતિ સમીકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે. મોહન કેબિનેટમાં સીએમ યાદવ સહિત 12 ઓબીસી મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ દેવરા સહિત 6 એસસી કેટેગરીના મંત્રીઓ અને ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા સહિત 6 ઉચ્ચ જાતિના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જે જનરલ કેટેગરીમાંથી આવે છે. ચાર મંત્રીઓ અનુસૂચિત જનજાતિ સમુદાયના છે.
શપથ લેનારા કેબિનેટ મંત્રીઓમાં વિજય શાહ, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ સિંહ પટેલ, રાકેશ સિંહ, કરણ સિંહ વર્મા, રાવ ઉદય પ્રતાપ સિંહ, પ્રદ્યુમન સિંહ તોમર, તુલસી સિલાવત, એન્ડલ સિંહ કસાના, નારાયણ સિંહ કુશવાહા, સંપતિયા ઉઇકે, ઉદય પ્રતાપ સિંહ, નિર્મલા ભૂરિયા, વિશ્વાસ સારંગ, ગોવિંદ સિંહ રાજપૂત, ઇન્દર સિંહ પરમાર, નગર સિંહ ચૌહાણ, ચૈતન્ય કશ્યપ અને રાકેશ શુક્લાનો સમાવેશ થાય છે.
જાતિ આધારિત વાત કરવામાં આવેતો ઓબીસી સમુદાયના મંત્રીઓમાં પ્રહલાદ પટેલ, આંધલ સિંહ કંસાના, નારાયણ સિંહ કુશવાહા, રાકેશ સિંહ, કરણ સિંહ વર્મા, ઉદય પ્રતાપ સિંહ, ઈન્દર સિંહ પરમાર, કૃષ્ણ ગૌર, ધર્મેન્દ્ર લોધી, નારાયણ પવાર, લખન પટેલને મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે કૈલાશ વિજયવર્ગીય, વિશ્વાસ સારંગ, પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ સિંહ રાજપૂત, ચૈતન્ય કશ્યપ, રાકેશ શુક્લા જનરલ કેટેગરીના મંત્રી બન્યા છે.ઉપરાંત તુલસી સિલાવત, દિલીપ જયસ્વાલ, ગૌતમ ટેટવાલ, રાધા સિંહ, પ્રતિભા બાગરી અનુસૂચિત જાતિ કેટેગરીના મંત્રી બન્યા છે અને નિર્મલા ભુરિયા, વિજય શાહ, સંપતિયા ઉઇકે, નાગર સિંહ ચૌહાણ એસટી કેટેગરીના મંત્રી બન્યા છે.