ઈલોન મસ્ક ફરી એક વખત મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. X પર તેમણે ખુલાસો કર્યો કે ટૂંક સમયમાં Xmail લોન્ચ કરવામાં આવશે, જે Google ના Gmail માટે સીધો પડકાર બની જશે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક હંમેશા કંઈક નવું કરવાને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહેતા આવ્યા છે.
તેઓએ પહેલા ટ્વિટર ખરીદ્યું અને તેને X બનાવ્યું. ત્યારબાદ ChatGPT જેવી તેની પ્રોડક્ટ xAI રજૂ કરી.
હવે તેઓ ઈમેલની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કએ પુષ્ટિ કરી કે Xmail ટૂંક સમયમાં આવી રહ્યું છે.
આ સાથે ગૂગલના જીમેલ સામે તે એક મોટો પડકાર બનશે.

મહત્વનું છે કે તાજેતરમાં જ જીમેલ બંધ થવાની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી.

હવે મસ્કની આ જાહેરાતથી ઈમેઈલ સેગમેન્ટમાં અગ્રેસર કિંગ ગણાતા Gmailને સમસ્યાઓનો સામનો કરવો પડશે.

જોકે, ઈલોન મસ્કે આનાથી વધુ કોઈ વિગતો આપી નથી પરંતુ, એવું માનવામાં આવે છે કે તેને ફક્ત X સાથે જ લિંક કરવામાં આવશે.

Xની સુરક્ષા એન્જિનિયરિંગ ટીમના એક વરિષ્ઠ કર્મચારીએ એલોન મસ્કને Xmail માટે પૂછ્યું હતું,આના પર તેમણે ભારપૂર્વક કહ્યુ હતું કે હા તે આવી રહ્યુ છે.

નોંધનીય છે કે Gmail એ વિશ્વની સૌથી મોટી ઈમેલ સેવા છે.
વર્ષ 2024 સુધીમાં વિશ્વભરમાં તેના 1.8 બિલિયન યુઝર્સ હશે.
નિષ્ણાતોનું કહેવું છે કે જો XML આવશે તો ઈમેલ સેગમેન્ટમાં મોટી સ્પર્ધા ઉભી થશે.