ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પસંદગીના સ્નાતકની ડિગ્રીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝામાં બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવશે; પસંદગીની માસ્ટર ડિગ્રી માટે ત્રણ વર્ષથી પાંચ વર્ષ; અને પસંદગીના પીએચડી માટે ચાર વર્ષથી છ વર્ષ સુધીના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અપાશે

ઑસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછીના કામના અધિકારોના સમયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછીના કાર્ય અધિકારોની અવધિમાં બે વર્ષનો વધારો કરશે. ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પસંદગીના સ્નાતકની ડિગ્રીઓ માટે અભ્યાસ પછીના કાર્ય અધિકારો બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવશે; પસંદગીની માસ્ટર ડિગ્રી માટે ત્રણ વર્ષથી પાંચ વર્ષ; અને પસંદગીના પીએચડી માટે ચાર વર્ષથી છ વર્ષ સુધી પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપવામાં આવશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, 2019માં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 17 ટકા હતો, જે 2022માં વધીને 23 ટકા પર પહોંચી ગયો છે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે આ ક્ષણે, ફક્ત 16 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ સમાપ્ત થયા પછી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવામાં સફળ રહે છે. “આનો અર્થ એ થશે કે તેઓ લાંબા સમય સુધી રહી શકે છે અને ઓસ્ટ્રેલિયામાં તેઓએ મેળવેલા સ્કિલ્સનો ઉપયોગ અમારી પાસે હાલમાં જે સ્કિલ્સની દીર્ઘકાલીન અછત છે તે ભરવામાં પણ મદદ કરી શકશે.”

ગૃહ મંત્રાલયના મંત્રી ક્લેર ઓ’નીલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ઓસ્ટ્રેલિયામાં એક મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રી છે જેના પર કોરોનાકાળે ભારે અસર કરી છે. નોકરીઓ અને કૌશલ્ય સમિટના પરિણામો આંતરરાષ્ટ્રીય શિક્ષણને ટેકો આપવા અને ઑસ્ટ્રેલિયામાં ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને આપણા અર્થતંત્રની ઉત્પાદકતામાં યોગદાન આપવાની તક આપવા માટે તૈયાર છે, એમ તેમણે ઉમેર્યું.

ગૃહ અને શિક્ષણ મંત્રીઓને સલાહ આપવા માટે એક કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે જૂથ 28 ઓક્ટોબર 2022 સુધીમાં મંત્રીઓને રિપોર્ટ કરશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી નવ મહિનામાં 500 વધારાના કર્મચારીઓને ટેકો આપવા માટે સરકાર વિઝા પ્રક્રિયામાં રોકાણ કરશે તે $36.1 મિલિયનથી આંતરરાષ્ટ્રીય શિક્ષણને પણ ફાયદો થશે.