લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપ અને પીએમ મોદી સહિત સહયોગી પક્ષો એનડીએ ચૂંટણીમાં 400થી વધુ સીટો મેળવવાનો દાવો કરી રહ્યા છે પણ સર્વે કઈક જુદાજ પરિણામો જણાવે છે.

તાજેતરમાં થયેલા સર્વેમાં જે તારણો સામે આવ્યા તેમાં ભાજપ માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. સારા સમાચાર એ છે કે તાજેતરમાં જાહેર થયેલા સર્વેમાં ગઠબંધનને બમ્પર બહુમતી મળી છે.
જો કે સર્વેના ડેટામાં ભાજપ માટે ખરાબ સમાચાર પણ છુપાયેલા છે.

મૂડ ઓફ ધ નેશનના સર્વેમાં લોકસભા ચૂંટણીનું જે ચિત્ર સામે આવ્યું છે તેમાં NDAને 335 અને ઇન્ડિયા ગઠબંધનને 166 સીટો જ્યારે અન્યને 42 સીટો મળવા જઈ રહી હોવાનું જણાવાયું છે.
સર્વેના આ આંકડામાં NDA માટે ખરાબ સમાચાર એ છે કે આ વખતે જે અનુમાન લગાવાયું છે તેમાં વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં જે સીટ મળી હતી તેમાં 18 સીટ ઓછી દર્શાવવામાં આવી છે મતલબ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 18 સીટનું નુકશાન જશે તેમ કહેવામાં આવ્યું છે.

વિપક્ષી ગઠબંધન માટે સારા સમાચાર છે
જ્યારે આ સર્વેમાં વિપક્ષી ગઠબંધનને 75 બેઠકોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ સર્વેમાં વિપક્ષને બમ્પર સીટો મળી રહી છે.

જો કે આ આંકડો બહુમત કરતા ઘણો પાછળ છે.

2019 ના પરિણામો પર નજર કરવામાં આવેતો, છેલ્લી ચૂંટણીઓમાં ભાજપે 303 બેઠકો જીતી હતી, જ્યારે ગઠબંધનને 353 બેઠકો મળી હતી. આ સિવાય કોંગ્રેસે 52 સીટો જીતી હતી, જ્યારે વિપક્ષી ગઠબંધન યુપીએને 91 સીટો મળી હતી.
આવી સ્થિતિમાં, આ સર્વે જૂના પરિણામોની તુલનામાં ભાજપ માટે 18 સીટોના નુકસાનના સમાચાર લઈને આવ્યો છે.