શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં તેજી આવતાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે,

છેલ્લા બે વર્ષમાં ગૌતમ  અદાણીની સંપત્તિમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે .તે એટલો વધી ગયો છે કે હવે ગૌતમ અદાણીએ સંપત્તિના મામલે મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા .આજે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં તેજી આવતાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, જ્યારે રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો. 

સાઉદી અરેબિયાની અરામકો સાથે ડીલ કરીને રિલાયન્સને થપ્પડ પરંતુ હવે આ સોદો રદ કરવામાં આવ્યો હોવાથી રિલાયન્સના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. આનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડ્યો છે, જેની આવકમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સનો શેર આજે 1.44 ટકા ઘટીને રૂ. 2,351.40 પર બંધ થયો હતો. 

adaઅદાણી ગ્રુપના શેરમાં ઉછાળો અદાણી પોર્ટ્સનો શેર 4.63 ટકા વધીને રૂ. 763 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 2.08 ટકા વધીને રૂ. 1,742 થયો હતો. અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ લિસ્ટેડ છે. ગયા વર્ષની સરખામણીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 14.3 અબજ ડોલરનો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 261 ટકાનો વધારો થયો છે. અદાણીની નેટવર્થ રૂ. 1,40,200 કરોડથી વધીને રૂ. 5,05,900 કરોડ થઈ છે. છેલ્લા એક વર્ષમાં જ તેમની સંપત્તિમાં 3,65,700 કરોડ રૂપિયાનો વધારો થયો છે.