22 વર્ષની વયે નિધનથી વતનમાં શોકમય પરિવાર, જય ભરત પટેલ માણસાના પડુસમાનો વતની
મૃતદેહને વતન પહોંચાડવા ફાળો એકઠો કરાયો
ભારતીય સમૂદાયે અડધો કલાકમાં 20 હજાર ડોલર ઉઘરાવ્યા
હાલ જયના પરિવારને મદદ કરવા આહવાન
43 હજાર ડોલરથી વધુનું ભંડોળ એકઠું થયું
સ્ટુડન્ટ્સ વિઝા પર ભણી રહ્યો હતો જય પટેલ
શુક્રવારે બપોરે જય પટેલનું થયું હતું અવસાન
મોતનું કારણ અકબંધ, પોલીસ કરી રહી છે તપાસ
સોમવારે જય પટેલનું કરાશે પોસ્ટ મોર્ટમ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
લોકો એક સપનું જોઇને વિદેશ ભણવા જતા હોય છે અને એ સપનું જ્યારે સાકાર થવા આવે ત્યારે ઉમ્મીદોના આસમાનમાં બસ ઉડવાનું જ બાકી હોય છે. ગાંધીનાગરના માણસા તાલુકાના પડુસમાનો 22 વર્ષીય યુવાન જય ભરતભાઇ પટેલ બસ આ જ સપનાની ઉડાન ભરવા મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા પહોંચ્યો. જ્યાં થોડા સમય પહેલા જ તેણે અભ્યાસની પ્રથમ સીડી પણ પાર કરી લીધી હતી.
જમ્યા બાદ સૂઇ ગયો અને ફરી ક્યારેય ન ઉઠ્યો જય
જીવનના લક્ષ્ય તરફ જ્યાં પૂરઝડપે જય ભરત પટેલ આગળ વધી રહ્યો હતો ત્યાં જ તેની ઉડાનને બ્રેક વાગી ગઇ ગઇ. શુક્રવારે એટલે કે 10 ડિસેમ્બરે રાત્રે નોકરીથી પર આવ્યા બાદ સૂઇ ગયો હતો. પરંતુ તે ફરીથી ક્યારેય ઉભો જ ન થયો. રૂમમેટ્સ દ્વારા તેને ઉઠાડવાની કોશિશ કરાઇ હતી પરંતુ જય ફરી ક્યારેય ઉભો ન થયો. કંઇક અજુગતું થવાના સંકેત મળતા તેઓએ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.
સમાચાર મળતાં જ ભાંગી પડ્યો પરિવાર
મિત્રોએ જયના વતનમાં પરિવારને જાણ કરી હતી અને સમાચાર સાંભળતાની સાથે જ તેઓ ભાંગી પડ્યા હતા. તેમના મિત્રો જયમીન અને અભીના જણાવ્યા અનુસાર જય ખુબ જ પ્રેમાળ અને મહેનતું યુવાન હતો. પરિવારને સતત મદદ કરવાની તેની ભાવના તેને તેના લક્ષ્યાંક તરફ આગળ લઇ જતી હતી. હાલ તેના મૃતદેહને વતન પરત મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે અને મિત્રોએ આ ખર્ચને પહોંચી વળવા માટે ગો ફંડ મી વેબસાઇટ દ્વારા ભંડોળ એકઠું કર્યું છે.
અડધો કલાકમાં જ 20 હજારથી વધુ ફંડ એકઠું થયું
શરૂઆતના અડધો કલાકમાં જ ભારતીય સમૂદાય અને મિત્ર વર્તૂળ દ્વારા જય પટેલના મતૃદેહને પરત મોકલવાના ખર્ચ માટે ફંડ એકઠું કરી લીધું હતું. વિશાળ હૃદયના ભારતીય સમૂદાયે દિલ ખોલીને ડોનેશન આપ્યું હતું. આ જ્યારે લખાઇ રહ્યું છે ત્યારે 45 હજાર ડોલરથી વધુની રકમ એકઠી થઇ ચૂકી છે.