માલદીવના મંત્રીઓ દ્વારા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કરવાનો જે રીતે ટ્રેન્ડ ચાલ્યો તે જોઈ ચીન તરફી ઝોક ધરાવનાર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ ચીનને શરણે ગયા છે અને માલદીવમાં વધુ વધુ ચીની પ્રવાસીઓને મોકલવા વિનંતી કરી છે.
મુઇઝુનું નિવેદન ભારતમાં “માલદીવનો બહિષ્કાર” કરવાના ભારતીય પ્રવાસીઓના સામુહિક ટ્રેન્ડ બાદ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં ભારત માલદીવ માટે સૌથી મોટા પ્રવાસી બજારોમાંનું એક હતું.
માલદીવના પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2023માં ચીનના 187,118 પ્રવાસીઓ સામે ભારતના 209,198 પ્રવાસીઓ નોંધાયા છે.
માલદીવના પ્રવાસન મંત્રાલયના પાછલા વર્ષોના આંકડા દર્શાવે છે કે 2018માં 90 હજાર 474 (6.10%), 2019માં 1 લાખ 66 હજાર 30 (9.75%), 2020માં 62 હજાર 960 (11.33%), 2021માં 2 લાખ 91 હજાર 787 (9.75%) 22.07%), 2 લાખ 41 હજાર 382 (14.41%), 2 લાખ 6 હજાર 26 (11.18%) ભારતીય પ્રવાસીઓ 2022 માં માલદીવની મુલાકાતે ગયા હતા.
આમ,ટકાવારીમાં અહીં આપેલા આંકડા માલદીવમાં આવતા કુલ પ્રવાસીઓમાં ભારતીય પ્રવાસીઓનો હિસ્સો દર્શાવે છે ત્યારે ચીન તરફી થઈને ભારત સાથે સંબંધો બગાડનાર માલદીવને પર્યટન ક્ષેત્રે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.