દેશ વિદેશમાં વસતા ભાવિકો માટે સારા સમાચાર છે કે નવા વર્ષમાં કાશી અને શ્રી રામ ભગવાનની નગરી અયોધ્યા વચ્ચેનું અંતર ઘટી જશે.
હવે કાશી-અયોધ્યા વચ્ચેની મુસાફરી કરવામાં માત્ર 25 મિનિટનો સમય લાગશે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક બાદ કાશી અને અયોધ્યા વચ્ચે નવી હવાઈ સેવા શરૂ થશે.
આ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી પછી ઉડ્ડયન કંપનીઓ નવા એરક્રાફ્ટ શેડ્યુલ જાહેર કરે તેવી અપેક્ષા છે.
હિંદુઓ માટે ધાર્મિક દ્રષ્ટિએ કાશી ખુબજ મહત્વ ધરાવે છે અને હવે ભગવાન શ્રી રામની ઐતિહાસિક નગરી અયોધ્યામાં વિશાળ મંદિર બનતા હિંદુઓ અને દેશ વિદેશના પર્યટકો માટે ખૂબજ નું ધાર્મિક સ્થાન બની જશે પરિણામે કાશી અને અયોધ્યા બંને સ્થળે ભાવિકોનો પ્રવાહ વધશે ત્યારે હવે આ બંને સ્થળે ભાવિકોની સુવિધા માટે હવાઈ સેવા શરૂ થશે.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી માત્ર 25 મિનિટમાં પૂર્ણ થશે. જોકે રનવે, એટીઆર અને અન્ય પ્રક્રિયાઓમાં કુલ 50 મિનિટનો સમય લાગશે. શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ હવાઈ સેવા નિયમિત રહેશે. કાશી અને અયોધ્યા બંને ધાર્મિક શહેરોના લોકો માટે આ એક મોટી સુવિધા હશે. પ્રવાસન વેલ્ફેર એસોસિએશનના ઉપપ્રમુખ અભિષેક સિંહે જણાવ્યું હતું કે પ્રવાસન વધુ વધશે. હાલમાં કાશીથી બુદ્ધગયાની ફ્લાઈટમાં પણ 25 મિનિટનો સમય લાગે છે. એરપોર્ટ ડાયરેક્ટર પુનીત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી નવી એરલાઇન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટેની તૈયારીઓ ચાલી રહી છે.