ફ્રાન્સે ભારતીય મુસાફરોથી ભરેલું વિમાન રોક્યું,માનવ તસ્કરીની આશંકા!

ફ્રાન્સમાં ભારતીય મુસાફરોથી ભરેલા વિમાનને અટકાવી તપાસ શરૂ કરાઇ છે.
આ મામલો માનવ તસ્કરી સાથે જોડાયેલો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે અને બે શખ્સોની ધરપકડ કરી પૂછતાછ થઈ રહી છે.
ફ્રાંસ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા તેઓએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે આ તપાસ મહત્વપૂર્ણ છે.
આ પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહયુ હતું.

ભારતીય એમ્બેસીએ આ મુજબ ટ્વીટ કર્યું

ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને આ મામલાની માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું કે ફ્રેન્ચ સત્તાવાળાઓએ અમને જાણ કરી કે દુબઈથી નિકારાગુઆ જતા પ્લેનને રોકી લેવામાં આવ્યું છે.
ફ્લાઈટમાં 303 લોકો સવાર છે, જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના નાગરિકો છે.
દૂતાવાસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુખાકારી અને સલામતી મહત્વપૂર્ણ છે.

વિગતો મુજબ દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા A340 પ્લેનને શુક્રવારે ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું હતું
આ વિમાનમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા.
જેમની તસ્કરી થઈ હોવાની આશંકા છે.
ફ્રાન્સે 2 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર ફ્રાંસના નાનકડા એરપોર્ટ વોટરીમાં ઈંધણ માટે પ્લેન રોકાયું હતું, આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે તેમાં હાજર ભારતીય નાગરિકો માનવ તસ્કરીનો શિકાર બનવાના છે. આ પછી પોલીસે આ વિમાનને રોક્યું હતુ અને તપાસ કરવામાં આવી રહી છે.