કોમેન્ટ્રી દરમિયાન જસપ્રીત બુમરાહને ‘Primate’ (વાંદરો) કહ્યો, 2008માં એન્ડ્રુ સાયમંડ્સ અને હરભજનસિંહ વચ્ચે મંકીગેટ વિવાદ થયો હતો
ફોક્સ સ્પોર્ટ્સ કોમેન્ટેટર ઇસા ગુહાએ ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય સુપરસ્ટાર જસપ્રિત બુમરાહ પર વિચિત્ર ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં આવી ગઇ છે. બુમરાહની વર્તમાન સિરીઝ પર અસરનું વર્ણન કરતા, તેણે કોમેન્ટરી દરમિયાન કહ્યું કે બુમરાહ સ્પષ્ટપણે શ્રેણીનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે, પરંતુ જ્યારે તેણે Primate શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે સાથી કોમેન્ટેટર બ્રેટ લીનું પણ ધ્યાન ગયું હતું કે ઇસાએ આ શું કહી દીધું. નોંધનીય છે કે Primate એટલે વાંદરાની એક નસલ છે અને 2008માં એન્ડ્ર સાયમંડ્સ અને હરભજનસિંહ વચ્ચે પણ મંકીગેટ વિવાદ થયો હતો.
રવિવારે દિવસની રમતના પ્રથમ સત્ર દરમિયાન, ગુહાના સહ-કોમેન્ટેટર બ્રેટ લી સાથે કોમેન્ટરી કરી રહી હતી ત્યારે બ્રેટ લીએ કહ્યું કે બુમરાહ, જેણે પાંચ ઓવરમાં ચાર રન આપીને બે વિકેટ ઝડપી છે અને આ જ તેની ઇમ્પેક્ટ છે તથા એક પૂર્વ કેપ્ટન પાસેથી તમે આ જ પ્રદર્શન ઇચ્છો છો.” જેના પર ગુહાએ ઉમેર્યું કે: “સારું, તે MVP છે, શું તે નથી? સૌથી મૂલ્યવાન પ્રાઈમેટ (વાંદરો), જસપ્રિત બુમરાહ. ” નોંધનીય છે કે ઇસા ગુહા ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમી ચૂકી છે.
આ રહ્યો વીડિયો