મુશર્રફ છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર, દુબઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને આજે લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે.

મુશર્રફને ફાંસીની સજા મળી હતી

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવીહતી.. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ પ્રકારની સજા સંભળાવી હતી.

પરવેઝ મુશર્રફ પર રાજદ્રોહનો કેસ ચાલ્યો હતો. જેમાં તેમને આ સજા સંભળાવાઇ હતી. તેમને 3 નવેમ્બર 2007ના રોજ પાકિસ્તાનમાં ઇમર્જન્સી લગાવવા માટે તથા ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 78 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતા હતા.