પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ પણ કેજરીવાલની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે અને જવાબમાં લખ્યું છે કે આ એક સારા સમાચાર છે.
ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે ‘મોદીજી બીજી લડાઈ હારી ગયા, કેજરીવાલને મુક્ત કરવામાં આવ્યા છે અને આ એક સારા સમાચાર છે.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ પછી કેજરીવાલ મોડી સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 50 દિવસ પછી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટના આદેશ મુજબ કેજરીવાલને 2 જૂને જેલમાં પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, કેજરીવાલને જામીન આપતી વખતે કોર્ટે કેટલીક શરતો પણ લગાવી છે જેના હેઠળ કેજરીવાલ દિલ્હી સચિવાલય સ્થિત સીએમ ઓફિસમાં જઈ શકશે નહીં.

એવું નથી કે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી પહેલીવાર ભારતની ચૂંટણી અને આંતરિક રાજનીતિ પર ટિપ્પણી કરી હોય.
આ પહેલા પણ તેઓ ભારતીય બાબતો પર ટિપ્પણી કરીને ચર્ચા જગાવી ચૂક્યા છે.

અગાઉ પણ ફવાદ ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ગાંધી બીજેપી અને આરએસએસ પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોના કેપ્શનમાં ફવાદ ચૌધરીએ લખ્યું છે કે ‘રાહુલ ગાંધી પંડિત જવાહરલાલ નેહરુની જેમ સમાજવાદી નેતા છે.
ભારત અને પાકિસ્તાનની સમાન સમસ્યા છે,જેમ ભારતમાં, 30-50 પરિવારો દેશની 70 ટકા સંપત્તિ ધરાવે છે, જ્યારે પાકિસ્તાનમાં પણ, પાકિસ્તાન બિઝનેસ કાઉન્સિલના સભ્યો દેશની 75 ટકા સંપત્તિ ધરાવે છે સંપત્તિનું યોગ્ય વિતરણ એ મૂડીવાદનો સૌથી મોટો પડકાર છે.

ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા તે ભારતીય ચૂંટણીમાં મુદ્દો બની હતી અને પીએમ મોદીએ ગુજરાતના આણંદમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે ‘ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે પાકિસ્તાની નેતાઓ કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને કોંગ્રેસની નબળાઈથી પાકિસ્તાનીઓ રડી રહ્યા છે.
તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન અને કોંગ્રેસની મિત્રતા સામે આવી છે.હવે ફરી એકવાર પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ પણ કેજરીવાલની મુક્તિ પર ખુશી વ્યક્ત કરતા ભારતના રાજકારણમાં આ વાત ચર્ચાનો મુદ્દો બની છે.