કોંગ્રેસ પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
ચવ્હાણ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રકાંત બાવનકુલેની હાજરીમાં બપોરે લગભગ 12 વાગ્યે મુંબઈ ભાજપ કાર્યાલયમાં પાર્ટીમાં જોડાશે.

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચવ્હાણે સોમવારે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે પણ પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે પોતાનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને મોકલી આપ્યું હતું.
જોકે, રાજીનામા બાદ ચવ્હાણે કહ્યું હતું કે તેમણે ‘હજી સુધી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.’
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ MLC અશોક ચવ્હાણ અને અમર રાજુરકર આજે ભાજપમાં જોડાશે. તેમની સાથે અન્ય ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાયા હોવાના અહેવાલ છે.
અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવાનું કારણ પણ સામે આવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ચવ્હાણને રાજ્યસભાની ઉમેદવારી મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
અશોક ચવ્હાણ આજે બપોરે ભાજપ પ્રદેશ કાર્યાલય પહોંચશે અને ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે. ભાજપ કાર્યાલયમાં આ માટેની તૈયારીઓ ચાલી રહી છે.
અશોક ચવ્હાણનો પાર્ટીમાં પ્રવેશ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં થશે.