પ્રાઇમ મિનિસ્ટર એન્ડ કેબિનેટ દ્વારા વેલિંગ્ટનની એક ખાનગી કંપનીને અપાયો હતો કોન્ટ્રાક્ટ
એકતરફ જ્યાં ખોટા ખર્ચા અને નોકરીઓ ગુમાવવાને લઇ નેશનલ કોઅલિશન ગવર્નમેન્ટ આકાશ પાતાળ એક કરી રહી છે અને ધીરે ધીરે એક એક કરીને ખર્ચાઓ ઉપર નિયંત્રણ મેળવી રહી છે. બીજીતરફ આ દિશામાં આગળ વધતા કેટલાક ચોંકાવનારા ખર્ચા પણ તત્કાલિન લેબર સરકારના સામે આવી રહ્યા છે. દસ્તાવેજો દ્વારા બહાર આવ્યું છે કે અગાઉની લેબર સરકારે હજારો કોવિડ-19 કામદારોના સન્માન માટે લેપલ પિન પર $2m ખર્ચ્યા હતા, અને હવે જે એજન્સીએ ચૂકવણી કરી છે તે ખર્ચ ઘટાડવાના દબાણ હેઠળ છે.
2022 ના અંતમાં જાહેરાત કરવામાં આવી હતી કે 80,000 જેટલા ફ્રન્ટલાઈન કામદારોને લેપલ પિન સન્માન તરીકે 2023ના નવા વર્ષે આપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ કેબિનેટ (DPMC)ની નવીનતમ વાર્ષિક સમીક્ષા કેબિનેટ ઓફિસ દ્વારા વેલિંગ્ટન કંપની સાથે કરવામાં આવેલા $2m કરારની યાદી છે, જેમાં આ ખર્ચ અંગેનો ખુલાસો થયો છે.
DPMC હવે ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે. DPMCની સ્વાયત્ત સંસ્થા નેશનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA)એ જણાવ્યું હતું કે ડીપીએમસી સાથે મળીને ક્યા ખર્ચ પર કાપ મૂકવામાં આવે તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. અંતિમ નિર્ણયો બજેટ 2024 પ્રક્રિયાના ભાગ રૂપે લેવામાં આવશે.
$2m જેટલી રકમ NEMA ના 2022-23 બિન-વિભાગીય ખર્ચમાં સિવિલ ડિફેન્સ ઇમરજન્સી મેનેજમેન્ટ ટ્રેનિંગ માટે અંદાજિત સમાન બજેટ જેટલી છે, જોકે વિભાગના મંત્રીને તેની બ્રીફિંગમાં હવે આ વર્ષે તેણે તેના માટે કંઈ બજેટ રાખ્યું નથી તે અંગે જાહેર કરાયું છે. આ વિભાગ માર્ક મિચેલની અંડરમાં આવે છે.