ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડકપ અપાવનાર કોચ જૉન બુકનન વલસાડના મહેમાન બન્યા હતા અને અહીંની સ્થાનિક સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ક્રિકેટને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા સ્પોર્ટ્સ ડે દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સફળ કોચ જૉન બકનન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને કેટલીક ટીપ્સ આપી હતી.
સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા.25 અને 26 ના રોજ યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં જુદી જુદી રમતોમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પોર્ટ્સ ડે માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોનાં હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ તકે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સફળ કોચ જૉન બકનને વિદ્યાર્થીઓને ક્રિકેટમાં સફળ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નોંધાનિય છે કે 1999 થી 2007 સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહેલા જ્હોન બકનનના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે 2003 અને 2007 માં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો. આઇપીએલની બીજી સિઝનમાં તેઓ કોલકત્તા નાઈટ રાઈડર્સના કોચ પણ રહ્યા હતા.
આ પ્રસંગે જાણીતા અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર મહેમાનો પણ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.