અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં નિર્માતાઓ અને દિગ્દર્શકો ભેગા થયા, લાંબી ચર્ચા બાદ મજબુત સંગઠનની સ્થાપના

અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં નિર્માતાઓ અને દિગ્દર્શકો ભેગા થયા, લાંબી ચર્ચા બાદ મજબુત સંગઠનની સ્થાપના GFPDA, Gujarati Film association Formation, GUjarati film, Producer, Director,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાતી ફિલ્મો (Gujarati Film)ની સંખ્યા હવે દિવસેને દિવસે વધી રહી છે અને તેમાં પણ હવે બોલિવૂડની સાથે જ દર શુક્રવારે ગુજરાતી ફિલ્મો પણ નિયમિત રિલીઝ થાય છે. છેલ્લા કેટલાક સમયથી નવોદિત દિગ્દર્શક (Director) અને નિર્માતા (Producer)ની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. આ તરફ જેની લાંબા સમયથી માગણી હતી તે ગુજરાતી ફિલ્મ નિર્માતા એન્ડ દિગ્દર્શક સંઘની સ્થાપના કરવામાં આવી છે. અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના નામી અનામી નિર્માતાઓ અને દિગ્દર્શકો બહોળી સંખ્યામાં ભેગા થયા, અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ વિચારણાઓ બાદ એસોસિયેશનની સ્થાપના કરાઇ છે. જેમાં સર્વાનુમતે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એસોસિયેશન (GFPDA) ના બેનર હેઠળ સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે જ આગામી સમયમાં તમામ ગતીવિધિ શરૂ કરવા માટે કામચલાઉ વર્કિંગ કમિટીની પણ રચના કરવામાં આવી.

GFPDAની કામચલાઉ વર્કિંગ કમિટી
હીતુ કનોડિયા : પ્રમુખ
હરેશ પટેલ : ઉપપ્રમુખ
અભિલાષ ઘોડા : મહામંત્રી
પરેશ વોરા : સહમંત્રી
બીપીન બાપોદરા : સભ્ય
ધર્મેશ શાહ : સભ્ય
સંજય શાહ “જેકી” : સભ્ય
રમેશ કરોલકર : સભ્ય
સંજય પટેલ : સભ્ય
ઉત્પલ મોદી : સભ્ય
શૈલેષ પ્રજાપતિ : સભ્ય
દિવ્યા પટેલ : સભ્ય
વિનય દવે : કાનુની સલાહકાર

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો વિકાસ એ જ પહેલો સંકલ્પ
જીએફપીડીએના તમામ સભ્યોએ પ્રથમ બેઠકમાં ગુજરાતી ફિલ્મ માટે સૌએ એકજુટ થઇ, એકબીજા સાથેના વિચારભેદ ભુલી કામ કરવાનો સૌએ સંકલ્પ કર્યો હતો. હાલ એસોસિયેશન દ્વારા ગુજરાતી ફિલ્મના વિકાસ માટે તમામ સ્તરે એકબીજાને મદદ કરવાના સંકલ્પ સાથે આગળ વધવા પર ચર્ચા કરવામાં આવી હતી.

એસોસિયેશનમાં જોડાવવા માટે શરૂ કરાયું રજીસ્ટ્રેશન
આ સાથે જ આ સંગઠનની નોંધણી માટેનું કાર્ય શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી અધિકૃત નોંધણી ન થાય ત્યાં સુધી પોતાના જન્મથી શરૂ કરીને આજ સુધી ઓછામાં ઓછી એક ગુજરાતી ફિલ્મ સાથે નિર્માતા, સહ નિર્માતા, કાર્યકારી નિર્માતા અથવા દિગ્દર્શક તરીકે જે કોઇ સંકળાયેલા હોય તે આ એસોસિયેશનના વિનામુલ્યે સભ્ય બની શકશે તેવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આ એસોસિયેશનમાં સભ્ય બનવા માટે ટુંક સમયમાં એક ગુગલ ફોર્મ જાહેર કરવામાં આવશે, આ ગુગલ ફોર્મ જરૂરી આધાર – પુરાવાઓ સાથે રજુ કરી ઉપરોક્ત કેટેગરીમાં આવતા કોઇપણ વ્યક્તિ આ એસોસિયેશનના વિનામુલ્યે સભ્ય બની શકશે.. ખુબ ટુંકા સમયમાં આ આયોજન થયું હોવા છતાં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, હીમતનગર, કડી વગેરે જગ્યાએ થી અંદાજીત ૬૦ થી વધુ નિર્માતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.