ઓસ્ટ્રેલિયાના સિડની શહેર સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારના કારણે ભારે ગભરાટનું વાતાવરણ છે અને સ્થળ પર પોલીસ ઓપરેશન ચાલુ છે. ત્યારે તાજા અપડેટમાં આ ઘટનામાં પાંચ લોકોના મોત થયાના અહેવાલો છે અનેક ઘાયલ ઘાયલ થયા છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલ ​​કોમ્પ્લેક્સ સાથે સંકળાયેલી ઘટના પર એક પોસ્ટ શેર કરી છે.
જેમાં બોન્ડી જંકશન પર એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

શનિવારે સાંજે 4 વાગ્યા પહેલા બહુવિધ લોકોને ચપ્પુ માર્યા હોવાના અહેવાલો વચ્ચે ઘાયલોને બચાવવા ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી

લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી.
ઘટના સંદર્ભે પૂછપરછ ચાલુ છે. સિડનીમાં ચપ્પુ વડે હુમલો કરવાના આરોપમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બોન્ડી જંકશન મોલમાં છરાબાજીની ઘટના પર ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે.
આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.

જ્યાં ઘટના બની ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ મોલની અંદર ચપ્પુ લઈને ભાગી રહ્યો હતો, જેણે ઘણા લોકો પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે.